રિપોર્ટ@રાજકોટ: NEET-2027 પહેલા આધાર અપડેટ જરૂરી !

આધાર અપડેટ ન કર્યું તો ફોર્મ અટકશે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

NEET-UG 2027 આપવા માંગતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. NTA એ 17 નવેમ્બર 2026 ના રોજ એડવાઈઝરી આપી છે કે ફોર્મ ભરતા પહેલા આધારમાં પેન્ડિંગ બાયોમેટ્રિક અપડેટ પૂરું કરી લો.

કેમ જરૂરી છે?

પેપરલીક રોકવા અને પરીક્ષા કેન્દ્ર પર ઓળખ ચકાસણી સરળ બનાવવા માટે NTA હવે આધાર આધારિત વેરિફિકેશન પર ભાર મૂકી રહ્યું છે. ફોર્મમાં લાઈવ ફોટો આધારના ડેટા સાથે મેચ થશે.

કોણે અપડેટ કરાવવું?

જેમનું આધાર 15 વર્ષની ઉંમર પહેલા બન્યું હોય

15 વર્ષે થતું બીજું બાયોમેટ્રિક અપડેટ ન કરાવ્યું હોય

નામ, જન્મ તારીખ, ફોટો, જેન્ડરમાં ભૂલ હોય

આ અપડેટ આધાર સેન્ટર પર રૂબરૂ જઈને થાય છે, ઓનલાઈન થતું નથી. 17 વર્ષ સુધી આ અપડેટ ફ્રી છે.

શું શું ચેક કરો?

આધાર: નામ, જન્મ તારીખ, ફોટો ધોરણ-10 ના સર્ટિફિકેટ સાથે મેચ થવું જોઈએ

કેટેગરી સર્ટિફિકેટ: EWS / OBC-NCL / SC / ST વાળાએ વેલિડ સર્ટિફિકેટ રાખવું

UDID કાર્ડ: દિવ્યાંગ વિદ્યાર્થીઓએ વેલિડ UDID રાખવુંસંભવિત સમયપત્રક:ફોર્મ: જાન્યુઆરીના અંત - ફેબ્રુઆરી 2027પરીક્ષા: મે 2027, પહેલા રવિવારે - અંદાજે 2 મે

વિદ્યાર્થી: અંદાજે 23 લાખ

એક્સપર્ટનું સૂચન:

ફોર્મના છેલ્લા દિવસની રાહ ન જુઓ. અત્યારથી જ આધાર, ડિજીલોકર અને APAAR ID ચેક કરી લો. ફક્ત neet.nta.nic.in પરથી જ માહિતી લો, ખોટા નોટિસથી બચો.