રિપોર્ટ@રાજકોટ: 'આકાશગંગા સ્કાયડાઇવિંગ ટીમ'ના જવાનોએ 8000 ફૂટની ઊંચાઈએથી કૂદ્યા, જાણો વધુ

આકાશમાં યોજાયેલ 'સૂર્યકિરણ એર-શો' એક ઐતિહાસિક અને રોમાંચક સફળતા સાથે સંપન્ન થયો હતો.
 
રિપોર્ટ@રાજકોટ: 'આકાશગંગા સ્કાયડાઇવિંગ ટીમ'ના જવાનોએ 8000 ફૂટની ઊંચાઈએથી કૂદ્યા, જાણો વધુ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આકાશગંગા સ્કાયડાઇવિંગ ટીમ'ના જવાનોએ 8000 ફૂટની ઊંચાઈએથી કૂદ્યા હતા. ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા આજે રાજકોટના અટલ સરોવર આસપાસના સ્માર્ટ સિટી વિસ્તારમાં અદ્ભૂત એર-શો દર્શાવવામાં આવ્યો હતો. આકાશમાં યોજાયેલ 'સૂર્યકિરણ એર-શો' એક ઐતિહાસિક અને રોમાંચક સફળતા સાથે સંપન્ન થયો હતો. આ ભવ્ય ઇવેન્ટે રાજકોટ શહેરના ઈતિહાસમાં નવો અધ્યાય જોડ્યો હતો.

વિશ્વપ્રસિદ્ધ 'સૂર્યકિરણ એરોબેટિક ટીમ'ના 9 વિમાનોએ આકાશમાં શૌર્ય, ચોકસાઈ અને તાલમેલના અદભૂત પ્રદર્શનથી લાખો દર્શકોના દિલ જીતી લીધા હતા, જ્યારે 'આકાશગંગા સ્કાયડાઇવિંગ ટીમ'ના જવાનોએ 8000 ફૂટની ઊંચાઈએથી કરેલા દિલધડક જમ્પે ઉપસ્થિત જનમેદનીને દંગ કરી દીધી હતી. તો ગરુડ કમાન્ડો દ્વારા હોલિકોપ્ટર દ્વારા હવામાંથી થતાં રેસ્ક્યૂનો ડેમો બતાવ્યો હતો.

આજે સવારે 10:00 વાગ્યે કાર્યક્રમનો પ્રારંભ થયો તે પહેલાં જ અટલ સરોવર ફરતેના 7 વ્યુ પોઈન્ટ અને 8 પાર્કિંગ પ્લોટ લોકોથી ઉભરાઈ ગયા હતા. લોકોની ભારે ભીડથી મોબાઈલનાં નેટવર્ક અને ઈન્ટરનેટ ઠપ્પ થઈ ગયાં હતાં. એર-શો પૂરો થયાનાં એક કલાક બાદ લોકો માંડ સ્માર્ટ સિટી બહાર નીકળી શક્યા હતાં.