રિપોર્ટ@રાજકોટ: 11 વર્ષના બાળકને હાર્ટ-એટેક આવતા મોત નીપજ્યું

નાની ઉંમર બાળકના હૃદય રોગના હુમલાથી મોતના કારણે બ્રાહ્મણ પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
 
રિપોર્ટ@રાજકોટ: 11 વર્ષના બાળકને અચાનક છાતીમાં દુખાવો ઊપડતા મોત નીપજ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં હાર્ટએટેકથી મોતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી હાર્ટએટેક મોતની ઘટનાઓ સામે આવતી હોય છે.  જસદણ તાલુકાના જંગવડ ગામની કુમાર પ્રાથમિક શાળામાં ભણતા હેતાંશ રશ્મિકાંતભાઈ દવેને અચાનક છાતીમાં દુખાવો ઊપડતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર મળે તે પહેલાં જ બાળકને ડોક્ટરે મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

જસદણના જંગવડ ગામે ધોરણ 5માં ભણતા વિદ્યાર્થી હેતાંશ દવેએ દસ દિવસ પહેલાં ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએથી મેદાન માર્યું હતું. અચનાક 11 વર્ષીય હેતાંશને છાતીમાં દુખાવો ઊપડ્યો હતો. જેથી તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

ફરજ પરના ડોક્ટરોએ હેતાંશને મૃત જાહેર કર્યો હતો. નાની ઉંમર બાળકના હૃદય રોગના હુમલાથી મોતના કારણે બ્રાહ્મણ પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.