રિપોર્ટ@રાજકોટ: સોશ્યલ મિડીયામાં મારફત મોબાઈલ ફોનની ખરીદીમાં 37 હજાર ગુમાવનાર અરજદારને રકમ પાછી મળી

વ્યકિતઓ સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે
 
રિપોર્ટ@રાજકોટ: સોશ્યલ મિડીયામાં મારફત મોબાઈલ ફોનની ખરીદીમાં 37 હજાર ગુમાવનાર અરજદારને રકમ પાછી મળી 

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક 

ઓનલાઈન ખરીદી, સોશ્યલ મિડીયામાં આવેલી લીંક ઓપન કરવી, ઓટીપી આપવા જેવી બાબતોમાં અનેક વ્યકિતઓ સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે ગાંધીગ્રામ પોલીસમાં 7 જેટલા અરજદારોએ ફ્રોડતો ભોગ બન્યાની અરજી આપતા પોલીસે તમામને પુરેપુરી રકમ પરત આપવતા અરજદારોએ પોલીસનો આભાર માન્યો હતો.રાજકોટ રહેતા શાંતાબેન દલચંદભાઈ પેથડ ફોનમાં અજાણ્યી લીંક આવેલ હોય તે મારફતે ટોટલ રૂ।.17000/-નો ફ્રોડ થયેલ હતો. તેમજ તા.19/12/2023ના રોજ તેની પુરી રકમ રૂ।.17000/- ધવલભાઈ જીતેન્દ્રભાઈ માવદીયા રહે.

રૈયા રાજકોટ તેઓની સાથે ક્રેડિટ કાર્ડમા લીમીટ વધારવાના નામે ટોટલ રૂ।.10200/-નો ફ્રોડ થયેલ હતો.તેનિ પુરી રકમ તા.17/12/2023ના રોજ રૂ।.10200/- આયુશભાઈ ગોંડલીયા રહે-ગાંધીગ્રામ રાજકોટ વાળા ઓની સાથે ઓટીપી આપેલ હોવાથી તે મારફતે ટોટલ રૂ।.9050/- આદિત્યભાઈ સાંગાણી રહે.જામનગર રોડ રાજકોટ વાળાના ફોનમાં ફ્રોડ લીંક આવી ગયેલ હોવાથી તે મારફતે ટોટલ રૂ।.22000/- ભાવીનીબેન વ્યાસ રહે માધાપર ચોકડી રાજકોટ વાળાઓ સાથે મેરેજ બ્યૂરોના મારફતે ટોટલ રૂ।.9500/- ફ્રોડ થયેલ હતો તેની પુરી રકમ તા.11/12/2023ના રોજ રૂ।.9500/- પરેશભાઈ હિમતભાઈ સોલંકિ રહે.રાજકોટ વાળાઓ સાથે તેના ઈન્સ્ટ્રાગ્રામમાં મોબાઈલ ફોન લેવા ન નામે ટોટલ રૂ।.37000/- એમેંદ્રસિંહ જયેંદ્રસિંહ જાડેજા રહે-બજરંગવાડી 5 જામનગર રોડ રાજકોટ વાળાઓ સાથે

તેના ફેસબૂકમાં ઓનલાઈન શોપીંગના મારફતે ટોટલ રૂ।.17536/- અને નરેન્દ્રભાઈ દામોદરભાઈ જોબનપુત્રા રહે-નિર્મલા રોડ રાજકોટ વાળાઓ સાથે ગુગલ મારફતે હોટેલ બુકીંગ કરવાના મારફતે ટોટલ રૂ।.5000/- ફ્રોડ થયેલ હતો તેની પુરી રકમ પરત અપાવેલ છે. તેવી રીતે અરજદારશ્રીની ના બેંક એકાઉન્ટ ખાતે તપાસ કરેલ બાદ તેની રકમ જે એકાઉન્ટમાં રકમ ગયેલ હતી. તેનું એકાઉન્ટ ફીઝ કરાવેલ બાદ બેંકના નોડલ ઓફીસર શ્રીનો સંપર્ક કરી બાદ અરજદારશ્રીઓના ગયેલ રકમ તા.19-12-2023ના રોજ રૂ।.1,27,286/- પુરેપુરી રકમ પરત અપાવેલ છે. આ કામગીરી પોલીસ કમિશનરની સુચના અને મદદનીશ પોલીસ કમિશ્નર ભાર્ગવ પંડયાના માર્ગદર્શન હેઠળ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સ્પેકટર સાહેબ એમ.જી.વસાવા પો.સબ.ઈન્સ એન.બી.ડોડીયા મ.પો.કોન્સ કિંજલબેન દિનેશભાઈ ચૌહાણે કરી હતી.