દુર્ઘટના@રાજકોટ: બેકાબૂ બોલેરો ચાલકે અડફેટે લેતા બાઇક સવારનું મોત નીપજ્યું

બાઇક સવારનું મોત નીપજ્યું 
 
દુર્ઘટના@ભાવનગર: બોલેરા અને  બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા 1 યુવકનુ મોત નીપજ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં દુર્ઘટનાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુર્ઘટનાના બનાવો સામે આવતા હોય છે. રાજકોટના શાપર-વેરાવળમાં સર્વોદય સોસાયટીમાં રહેતા ધાર્મિક રાજેશભાઇ વાવડિયા તેના ઘર પાસે બાઇક લઇને જતો હતો ત્યારે બેકાબૂ બોલેરો કારચાલકે ઠોકરે લેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે અહીંની હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજતા શાપર-વેરાવળ પોલીસે અકસ્માતબાદ નાસીજનાર કારચાલક સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરી છે.

જ્યારે હડમતિયા ગોલિડા ગામે નાગજીભાઇ ડોબરિયાની વાડીમાં મજૂરીકામ કરતાં અને મૂળ રાજસ્થાનના પ્રભુભાઇ સવયસીંગ રાવત (ઉ.42) શનિવારે વાડીમાં કૂવો ગાળવાનું કામ કરતા હતા ત્યારે ભેખડ માથે પડતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજતા આજી ડેમ પોલીસ મથકના જમાદાર જે.એમ. બોસિયા સહિતે તપાસ હાથ ધરી હતી.

જ્યારે અન્ય એક બનાવમાં શહેરમાં ગોંડલ રોડ પરના રામનગરમાં રહેતા કોલેજિયન યુવક અને તેના પિતરાઇ ભાઇ બાઇક લઇને જતા હતા ત્યારે રિદ્ધિસિદ્ધિના નાળા પાસે બાઇક સ્લિપ થતા સારવારમાં રહેલા એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીનું મોત નીપજતા તેના પરિવારમાં શોક છવાયો હતો.

રામનગરમાં રહેતો હિતાંશુ વિપુલભાઇ પરમાર (ઉ.18) તા.5ના રોજ તેના પિતરાઇ ભાઇ સાથે બાઇક લઇને જતો હતો ત્યારે ગોંડલ રોડ ફાટક પાસે રિદ્ધિસિદ્ધિના નાળા નજીક બાઇક સ્લિપ થતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

પોલીસે તપાસમાં મૃતક એક બહેન અને એક ભાઇ હોવાનું અને એન્જિનિયરિંગ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.