રિપોર્ટ@રાજકોટ: ગેમઝોન દુર્ઘટના અંગે ગુજરાત હાઈકોર્ટેમાં અરજન્ટ સુનાવણી થશે
ગુજરાત હાઈકોર્ટેમાં અરજન્ટ સુનાવણી
May 27, 2024, 08:33 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટમાંથી ભયાનક દુર્ઘટના સામે આવી છે. જેમાં 28 લોકોના મોત નીપજ્યા હતા. આ ઘટના હૃદય કંપાવી ઉઠે એવી છે. રાજકોટ ગેમઝોનનાં અગ્નિતાંડવ અંગે હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન એટલે કે સુઓમોટો અરજી દાખલ કરી છે.
ગુજરાત હાઈકોર્ટે ગેમઝોન દુર્ઘટનાનાં કેસને સ્પેશ્યલ ગણીને આજે સવારે 9 વાગ્યે અરજન્ટ સુનાવણી રાખી છે. જેમાં ગુજરાત સરકાર અને અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મહાનગરપાલિકા ગેમઝોન અંગે જરૂરી ખુલાસા કરશે.
હવે આજે સરકાર શું ખુલાસા કરે છે અને હાઇકોર્ટ સરકારના જવાબનું શું અવલોકન કરે છે તેના પર સૌની નજર રહેશે.