રિપોર્ટ@રાજકોટ: યુવતીને પ્રેમજાળમાં ફસાવી છૂટાછેડા લેવડાવી પરિણીત યુવકે અવાર-નવાર દુષ્કર્મ આચર્યું

પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી
 
 રિપોર્ટ@રાજકોટ: યુવતીને પ્રેમજાળમાં ફસાવી છૂટાછેડા લેવડાવી પરિણીત યુવકે અવાર-નવાર દુષ્કર્મ આચર્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર  બળત્કારના કેસ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી બળત્કારની ઘટની ઘટનાઓ સામે આવતી હોય છે. યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેના પ્રથમ લગ્નથી છૂટાછેડા લેવડાવી પરિણીત યુવકે લગ્નના ઠાલા વચનો આપ્યા હતા અને અવાર-નવાર યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે રાજકોટ એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

જેમાં ફરિયાદી પીડીતાએ શહેરના હેમુગઢવી હોલ પાછળ સર્વોદય સોસાયટી પ્રેમ લક્ષ્‍મી એપાર્ટમેન્ટ ચોથા માળે રહેતા આરોપી રવી કાંજાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, આરોપી રવિ પરિણીત હોય છતાં તેણે ફરીયાદીને પ્રેમજાળમાં ફસાવી હતી.અને એવું વચન આપ્યું હતું કે, ફરિયાદી તેના પતિ સાથે છૂટાછેડા લઈ લે તો રવિ પણ પોતાની પત્ની સાથે છૂટાછેડા લઈ લેશે અને બન્ને લગ્ન કરી લેશે.

આ લાલચમાં આવી જઈને પીડીતાએ પોતાના પતિ સાથે છૂટાછેડા લઈ લીધા હતા. જ્યારે આરોપી રવીએ લગ્નના બહાના બનાવીને અવાર-નવાર પીડિતા સાથે શરીર સબંધ બાંધીને તેનો દેહ અભડાવ્યો હતો. અંતે જ્યારે પીડિતાએ લગ્ન અને છૂટાછેડાની વાત કરી હતી ત્યારે આરોપી રવીએ પોત પ્રકાશયું હતું અને પોતાની પત્નીને છુટાછેડા આપવાનો અને પીડિતા સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. જેથી સમગ્ર મામલે પીડીતાએ કાયદાનું શરણ લીધું હતું. આ ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી