રિપોર્ટ@રાજકોટ: કેટલા લોકોને જાહેરમાં થૂંકતા પકડીને 26.88 લાખનોદંડ કરાયો, જાણો વિગતે

ર8 ફરિયાદો પણ કંટ્રોલ રૂમ દ્વારા મોકલવામાં આવી
 
રિપોર્ટ@રાજકોટ: કેટલા લોકોને જાહેરમાં થૂંકતા પકડીને  26.88 દંડ કરાયા, જાણો વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મહાપાલિકાની સ્વચ્છતા ઝુંબેશમાં બે દિવસમાં વધુ 11 લોકોને જાહેરમાં થૂંકતા પકડીને દંડ કરાયા છે. કોર્પો. દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છતા અભિયાનમાં છેલ્લા 7 વર્ષમાં 9000થી વધુ લોકોને ગંદકી કરવા બદલ દંડ કરાયો છે અને તંત્રએ ર6.88 લાખનો દંડ વસુલ્યો છે.

સીસીટીવી કેમેરાનો ખરો ઉપયોગ હવે તંત્રએ શરૂ કર્યો છે. વર્ષ 2016થી અત્યાર સુધીમાં 292 ન્યુસન્સ પોઇન્ટ પર 9239 એટલે કે 26.88 લાખના ઇ-ચલણ ઇસ્યુ કરાયા છે.

1000 કેમેરાથી મોનીટરીંગ કરાઇ રહ્યું છે. ઇ-મેમો વસુલવા ઘર સુધી ઉઘરાણી થઇ રહી છે. આઇ-વે પ્રોજેકટ અંતર્ગત સૌથી વધુ ગંદકી ફેલાવતા વિસ્તારમાં કેકેવી ચોક, ઢેબર રોડ, જામટાવર, ઇન્દીરા સર્કલ, હોસ્પિટલ ચોક, ભકિતનગર સર્કલ, પેડક રોડ, માર્કેટ યાર્ડ, એરપોર્ટ ફાટક, પીડીએમ ફાટક વિસ્તારમાં સૌથી વધુ ઇ-ચલણ મોકલાયા છે.

નવા દંડ
તા.9 અને 10ના રોજ પાન-ફાકી ખાઇને થૂંકતા 11 વાહન ચાલકો કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સીસીટીવી કેમેરામાં દેખાયા હતા. વાહન નંબર પરથી તેમને ઇ-મેમો મોકલવામાં આવ્યા છે. સફાઇ નહીં થયાની ર8 ફરિયાદો પણ કંટ્રોલ રૂમ દ્વારા મોકલવામાં આવી હતી.

સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત બે દિવસમાં જાહેરમાં કચરો ફેંકતા 36 નાગરિકોને દંડ કરીને 3.4 કિલો પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવ્યું હતું. સેન્ટ્રલ ઝોનમાં 12, વેસ્ટ ઝોનમાં 12 અને ઇસ્ટ ઝોનમાં પણ 12 નાગરિકો સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી. એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ પરથી 6.8 કિલો અને 108 અને 109 ન્યુસન્સ પોઇન્ટ પરથી 41.1 કિલો કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. વોર્ડ નં. 3, 6, 7, 12 અને 14માં વોંકળામાંથી 24 ટન ગારનો નિકાલ કરવામાં આવ્યાનું વિભાગે જણાવ્યું હતું. કમિશ્નર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ સોલીડ વેસ્ટ અને સીસીસીની ટીમ આ સઘન કામગીરી કરી રહી છે.