રિપોર્ટ@રાજકોટ: મહાનગરપાલિકાએ ગોકુલધામ આવાસ યોજનાના 576 કવાર્ટરધારકોને નોટીસ ફટકારી

ચોમાસા પહેલા જોખમ ટાળવા નોટીસો ફટકારવામાં આવી છે.
 
રિપોર્ટ@રાજકોટ: મહાનગરપાલિકા દ્વારા ગોકુલધામ આવાસ યોજનાના 576 કવાર્ટરધારકોને નોટીસ ફટકારી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મહાનગરપાલિકા દ્વારા ગોકુલધામ આવાસ યોજનાના 576 કવાર્ટરધારકોને નોટીસ ફટકારી છે.મહાપાલિકા દ્વારા વોર્ડ નં.12માં પંચશીલ 80 ફુટ રોડ પર બનાવવામાં આવેલા ગોકુલધામ આવાસ યોજનાના 576 કવાર્ટરધારકોને ચોમાસા પહેલા જોખમ ટાળવા નોટીસો ફટકારવામાં આવી છે. બાંધકામ વિભાગ દ્વારા આ તમામ આવાસો સલામતી ખાતર રીપેર કરવા તાકીદ કરવામાં આવેલ છે.

મહાનગરપાલિકાના વેસ્ટ ઝોનમાં આવેલા વોર્ડ નં.-12માં પંચશીલ 80 ફુટ રોડની સામે, ગોકુલધામ આવાસ કવાર્ટરમાં ભયજનક કુલ 576 આવાસોને ભયગ્રસ્ત બાંધકામને આગામી ચોમાસાની ઋતુ પહેલા સુરક્ષિત કરવા અંગે અગાઉ વર્ષ 2024માં નોટીસ પાઠવવામાં આવી હતી પરંતુ, આજ દિન સુધી આવાસોના રીપેરીંગ કોઇ આસામીએ કર્યા નથી.

આથી આ આવાસોનાં રહેવાસીનાં જાન-માલને જોખમ રહેલ હોય, મહાનગરપાલિકા દ્વારા ફરી કુલ 576 આવાસોને નોટીસ આપી તાકિદ કરવામાં આવેલ છે. આસામીઓ દ્વારા રીપેરીંગ કામગીરી શરૂ કરવામાં નહિં આવે તો આ ભયગ્રસ્ત આવાસોના નળ કનેકશન કપાત કરવાની કામગીરી ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે.