રિપોર્ટ@રાજકોટ: જૂની અદાવતમાં 2 જૂથ વચ્ચે લાકડી-ધોકાથી મારામારી, 12 સામે ગુનો નોંધાયો

ધોરાજી પોલીસ મથકે 12 શખ્સો સામે ગુનો નોંધાયો
 
ઘટના@રાધનપુર: ગોડાઉનમાં માલ મુકવાને લઇ મારામારી, સામસામે ફરીયાદમાં 4 આરોપી

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક 

રાજ્યમાં મારા-મરીના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મારા-મારીની ઘટનાઓ સામે આવતીજ હોય છે. લોકો નાની-નાની વાતમાં ઝગડતા હોય છે, અને એકબીજાને જીવ લેવા તૈયાર થઇ જાય છે. 

ધોરાજીમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે પાનની દુકાને સામું જોવા મામલે માથાકૂટ થતાં લાકડી-ધોકાથી મારામારી થતાં ધોરાજી પોલીસ મથકે 12 શખ્સો સામે ગુનો નોંધાયો હતો.

બનાવ અંગે ધોરાજીમાં બહારપુરા વિસ્તારમાં રહેતાં નરેનભાઈ નારણભાઈ સોંદરવા (ઉ.વ.40) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે દિપક ભાસ્કર, મનિષ ભાસ્કર, પ્રિતમ ભાસ્કર, રમેશ નાથા ભાસ્કર, રવિ સોલંકી, વિજય દિનેશ સોલંકી (રહે. તમામ ધોરાજી) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ધોરાજી નશીબચોકમાં નશીબપાન નામની દુકાન આવેલ છે.

ગઈકાલે સાંજના સાતેક વાગ્યાની આસપાસ તે તેના પિતા નારણભાઈ સહિતના લોકો દુકાન પર હાજર હતા ત્યારે વિસ્તારમાં રહેતો દિપક ભાસ્કર અને તેનો ભાઈ મનિષ ભાસ્ક2, પ્રિતમ ભાસ્કર દુકાને લાકડાના ધોકા સાથે ઘસી અને કહેવા લાગેલ કે, તું કેમ મારી સામે જુએ છે અને મારી સામે કાતરો મારે છે તેમ કહી ગાળો આપી તેમને અને તેના પિતાને ઢીકાપાટુંનો માર મારી શર્ટ ફાડી નાખેલ તે દરમ્યાન રતનદાસ છોડાવવા વચ્ચે પડતા પ્રિતમે તેમને પણ મોઢા પર સળીયો મારી દિધેલ હતો. તેમજ ત્યાં હાજર ગ્રાહક અશ્વિનભાઈને પણ મનિષ અને પ્રિતમે ઢીકાપાટુનો માર અને લાકડાના ધોકા વડે ઈજા કરેલ બાદ આરોપી દુકાનમાં તોડફોડ કરી નાસી છૂટ્યા હતાં.

ત્યારબાદ રમેશ ભાસ્કર, મનિષ ભાસ્કર, પ્રિતમ ભાસ્કર, રવિ સોલંકી અને વિજય સોલંકી ફરી દુકાને આવેલ અનેકહેલ કે, તમને વિણી-વિણીને મારવા છે તેમ કહી જતા રહેલ ત્યારબાદ પંદરેક મિનીટ બાદ રવિ સોલંકી, વિજય સોલંકી અને મનિષ ભાસ્કર ફરીવાર દુકાન પર આવેલ ત્યારે દુકાન પર વિરદાસભાઈ પણ હાજર હતા અને ત્રણેય શખ્સોએ છરી બતાવી દુકાન પર છુટા પથ્થરના ઘા કરતા હતા પથ્થર તેના પિતાને લાગેલ હતાં.

વધૂમાં બનવના કારણ અંગે ફરિયાદીએ જણાવ્યું કે, મારા મિત્ર અશ્ર્વિનભાઈ સાથે મનિષ ભાસ્કરને બોલાચાલી થયેલ હોઈ અને ત્યારબાદ અશ્વિન મારી પાનની દુકાને આવેલ હોઈ જેથી આરોપીઓએ દુકાને આવી મારી સામે કેમ જુએ છે? તેમ કહીં હુમલો કર્યો હતો

જ્યારે સામાપક્ષે ધોરાજીમાં બહારપુરા વિસ્તારમાં રહેતાં દિપકભાઈ રમેશભાઈ ભાસ્કર (ઉ.વ.33) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રતનદાસ સોલંકી, અશ્વિન સોલંકી, વિરદાસ સોલંકી, કાશી સોલંકી, ભરત સોંદરવા અને કાન્તીલાલ સોદંરવાનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ બિલ્ડીંગ મટીરીયલનો વેપાર કરે છે. ગઈકાલે સાંજના સાતેક વાગ્યે કામ ધંધાના સ્થળ ભુખી ચોકડીથી ઘરે આવેલ ત્યારે ઘરના દરવાજા પાસે ઉભો હતો ત્યારે મોટા ભાઇ મનિષભાઈ આવી વાત કરેલ કે, રતનદાસ તથા અશ્વિન સોલંકી, વિરદાસ સોલંકી તથા બીજા મને ગાળો બોલે છે. જેથી ભાઈને ઘરે જ ઉભો રાખી તેઓ નસીબ ચોક ખાતે ગયેલ.

ત્યારે ત્યાં આરોપીઓ ગાળો બોલવા લાગેલ જેથી તેમને કહેલ કે, તમે ગાળો કેમ બોલો છો, જેથી રતનદાસ સોલંકી એકદમ ઉશ્કેરાઈ જઈ તેના હાથમાં રહેલ લોખંડના સળિયા વડે હુમલો કરતાં તેમને લોહી નીકળવા લાગેલ અને નીચે પડી ગયેલ જેથી તેના ભાઇ મનિષભાઇ, ભાઇ પ્રિતમ પણ આવી જતા બન્ને ભાઇઓને પણ ધોકા અને સળિયાથી મુઢમાર મારવા લાગેલ અને લોકો ભેગા થવા લાગતા આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતાં અને ધમકી આપેલ કે, જો અમારી સામે પડયા તો તમને જાનથી મારી નાખીશું. બાદમાં ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડેલ હતાં.

બનાવ અંગેની સામસામી ફરીયાદ પરથી ધોરાજી પોલીસે 12 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.