રિપોર્ટ@રાજકોટ: પોલીસની ખોટી ઓળખ આપનાર વિરુદ્ધ ફરિયાદ, જાણો વધુ વિગતે

આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
 
રિપોર્ટ@રાજકોટ: પોલીસની ખોટી ઓળખ આપનાર વિરુદ્ધ ફરિયાદ, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

યુવાનના છૂટાછેડા થઇ ગયા બાદ પત્ની નાણાની માંગણી કરતી હોય જે નહિ આપતા એ બાબતે આરોપીને જાણ થતા યુવાનને ફોન કરી પોલીસની ખોટી ઓળખ આપી પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો જે બનાવ મામલે યુવાનની ફરિયાદને આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટના ગોંડલ રોડ વાવડી ગામ શેરી નં ૨૫/૨૭ માં રહેતા હાર્દિક દીપકભાઈ બગડાઈએ ભક્તિનગર પોલીસ મથકમાં આરોપી યશ મુકેશ ડોડીયા રહે આહીર ચોક પાસે રાજકોટ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે હાર્દિકભાઈએ તેની પત્નીને છૂટાછેડા આપી દીધા હોય છતાં પત્ની પૈસા માંગતી હોય જે પૈસા આપવાની યુવાને ના પાડી હતી જેથી બંને વચ્ચે બોલાચાલી થતા બોલાચાલી બાબતે આરોપી યશ ડોડીયાને જાણ થતા આરોપી યશ ડોડીયાએ હાર્દિક બગડાઈને પ્રભાવિત કરવા ફોન કરી હું ક્રાઈમ બ્રાંચમાંથી બોલું છું.

તમે ટમારી પત્ની સાથે બોલાચાલી કરેલ છે તેવી પોલીસની ખોટી ઓળખ આપી હોવાની ફરિયાદ નોંધાવી છે ભક્તિનગર પોલીસ સ્ટેશને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.