રિપોર્ટ@રાજકોટ: રાજ્યના RTOના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સતત બીજા દિવસે બંધ, વાહનચાલકોની ડ્રાઇવિંગ ટેસ્ટ પાછી ઠેલાઈ
ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ હોવાથી 2 દિવસમાં 800 વાહન ચાલકોની અપોઈન્ટમેન્ટ પાછી ઠેલાઈ
Mar 21, 2025, 15:47 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યના RTOના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સતત બીજા દિવસે પણ બંધ છે. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સોફ્ટવેરમાં ખામીને કારણે આ સમસ્યા સર્જાઈ છે. રાજકોટમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ હોવાથી 2 દિવસમાં 800 વાહન ચાલકોની અપોઈન્ટમેન્ટ પાછી ઠેલાઈ છે.
જ્યારે વડોદરામાં 450થી વધુ અપોઈન્ટમેન્ટ રિશિડ્યુલ કરવામાં આવી છે. જેને લીધે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માગતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
આવતીકાલથી 2 દિવસ રજા છે ત્યારે સોમવારથી જ લોકો ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે ટેસ્ટ આપી શકશે.