રિપોર્ટ@રાજકોટ: સાતમ-આઠમના મેળા માટે થ્રી લેયર સિક્યોરિટી, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં તહેવારોને લઈને સુરક્ષા ધ્યાનમાં લેવાઈ રહી છે. સુરક્ષા માટે કેટલાક નિર્ણય લેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો સાતમ-આઠમના તહેવાર અંતર્ગત રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાય છે.
ત્યારે ચાલુ વર્ષે પણ સાતમ આઠમનો લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે જ યોજાવાનો છે. પરંતુ ચાલુ વર્ષે મેળામાં સ્ટોલ અને રાઇડ્સના પ્લોટમાં 30% નો ઘટાડો કરવામાં આવશે આ પ્રકારનું નિવેદન રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ આપ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું કે, લોકોની સરળતા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે મેળાના સ્ટોલમાં તેમજ રાઇડ્સના પ્લોટમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવશે.
આ સાથે જ મેળામાં થ્રી લેયર સિક્યોરિટી પણ રાખવામાં આવશે. ડ્રોન કેમેરાની મદદથી લોકમેળા ખાતે સુરક્ષાની દ્રષ્ટિએ બાજ નજર રાખવામાં આવશે. તો સાથોસાથ સેફટી માટે નવા નિયમો પણ લાગુ કરવામાં આવશે.