રિપોર્ટ@રાજકોટ: યુવકને 3 શખ્સોએ પાઈપથી મારમારી ગંભીર ઈજા પહોચાડી, પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ

અગાઉની અદાવતનો ખાર રાખી 

 
ગુનો@જામનગર: યુવકને આપઘાત માટે મજબુર કરનાર દંપતી સહિત 3 શખ્સની ધરપકડ, મોટો ઘટસ્ફોટ

અટલ સમાચાર ડોટ કોમ ડેસ્ક 

રાજ્યમાં મારા-મારીની કેટલીક ઘટનાઓ સામે આવતીજ હોય છે. થોરાળા મેઈન રોડ પર અગાઉની અદાવતનો ખાર રાખી યુવકને ત્રણ શખ્સોએ પાઈપથી મારમારી હાથ ભાંગી નાંખતા યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે થોરાળા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.

બનાવ અંગે થોરાળા મેઈન રોડ પર બાપાસીતારામ નગરમાં રહેતાં અનીલભાઇ દીલીપભાઈ મકવાણા (ઉ.વ.27)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રાજેશ ભગત, વિરૂ ભગત અને એક અજાણ્યા શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ભંગારનું કામ કરે છે.

ગઈ રાત્રિના તે પત્ની અને બાળકો સાથે ઘરે હતાં ત્યારે નાના દીકરા માટે દૂધ લેવા ચના બાપાની હોટલ પાસે ગયેલ.

જ્યાં રાજેશ, વીરુ અને એક અજાણ્યો શખ્સ ઘસી આવેલ અને અગાઉ રાજેશ સાથે સામાન્ય વાતમાં ઝઘડો થયેલ હતો જેનો ખાર રાખીને ગાળો બોલવા લાગેલ અને કહેલ કે, તે અગાઉ મારી સાથે ઝઘડો કરેલ ત્યારે મને ગાળો કેમ બોલેલ હતો? આજે તને મારવો છે કહીને રાજેશ તેની પાસે રહેલ પાઇપ વડે માર મારવા લાગેલ અને વીરુ તેમજ અજાણ્યો શખ્સ પકડીને ઢીકા પાટુનો માર મારવા લાગેલ હતાં.

તેમજ રાજેશે માર મારી કહેલ કે, આજે તને જાનથી મારી નાખવો છે તેમ કહીને નાસી છૂટ્યા હતાં. બાદમાં ઇજાગ્રસ્તને સારવારમાં 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તપાસમાં હાથમાં ફેક્ચર થયાનું સામે આવ્યું હતું. બનાવ અંગેની ફરિયાદ પરથી થોરાળા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.