રિપોર્ટ@રાજકોટ: યુવાને અગમ્યકારણોસર દુકાનમાં ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું

 108ની ટીમે તપાસી મૃત જાહેર કર્યા

 
રિપોર્ટ@રાજકોટ: યુવાને અગમ્યકારણોસર દુકાનમાં ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાના બનાવો સામે આવતા હોય છે.  રાજકોટ શહેરમાં મવડી વિસ્તારમાં રહેતા સંદીપભાઈ ઠાકરશીભાઈ રોકડ (ઉ.વ.35) ગઈકાલે સાંજના 6 વાગ્યે પોતાની નાનામવા રોડ પર મોકાજી સર્કલ પહેલા ક્રિસ્ટલ હોસ્પિટલની બાજુમાં દ્વારકેશ કોમ્પલેક્ષમાં આવેલી ફ્રેન્ડસ ટેકનોલોજી નામની દુકાનમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

જે બાદ ઘરેથી પરિવારજનોએ ફોન કરતા તેઓએ ફોન ન ઉપાડતા પરિવારજનોએ કોમ્પલેક્ષના સિકયુરીટીમેનને તપાસ કરવાનું કહેતા તેઓએ કાચની બારીમાંથી તપાસ કરતા સંદીપભાઈ ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા પોલીસને જાણ કરી હતી.


આ બનાવની જાણ થતા પરિવારજનો અને તાલુકા પોલીસ મથકનો સ્ટાફ દોડી આવ્યો હતો અને 108ને જાણ કરતા 108ની ટીમે વેપારીને તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૃતક શેરબજારમાં રૂપિયા હારી જતા પગલું ભર્યાનું પ્રાથમીક તારણ સામે આવ્યું છે તેમજ મૃતકને સંતાનમાં એક પુત્રી હોવાનું સામે આવ્યું છે જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરીવારમાં કલ્પાંત છવાયો હતો.