રીપોર્ટ@રાણપુર: કાંકરિયા ચોક પાસે બાઈકચાલકને આખલાએ અડફેટે લેતા ગંભીર ઇજા થઇ

વારંવાર આવી ઘટના સામે આવી 
 
રીપોર્ટ@રાણપુર: કાંકરિયા ચોક પાસે બાઈકચાલકને આખલાએ અડફેટે લેતા ગંભીર ઇજા થઇ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં રખડતા ઢોરના આતંક ખુબજ વધી ગયો છે.નવા-નવા બનાવો સામે આવતાજ  હોય છે.  રાજ્યના અનેક જિલ્લાઓ અને તાલુકામાં રખડતા ઢોરના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને અનેક લોકોને રખડતા ઢોર અડફેટે લેતા અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ત્યારે વધુ એકવાર બોટાદ જિલ્લાના રાણપુરમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. રાણપુરના કાંકરિયા ચોક પાસે બાઈકચાલકને આખલાએ અડફેટે લીધો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જો કે યુવકને સામાન્ય ઈજાઓ પહોંચતા બોટાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

વારંવાર આવી ઘટના સામે આવ્યા બાદ પણ પ્રસાશન તરફથી કોઈ પગલા લેવામાં આવતા નથી. આવી ઘટનાઓમાં અનેક લોકોએ પોતાના જીવથી હાથ પણ ધોવા પડ્યા છે. અનેક લોકો રખડતા ઢોરના આતંકનો ભોગ બન્યા છતા, તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તે મોટો સવાલ છે.