રિપોર્ટ@ગુજરાત: એકસાથે 8 સભ્યનો સિંહ પરિવાર નીકળતાં રોડ બ્લોક થયો

સિંહ પરિવાર રોડ પર આવતાં જાણે રસ્તો જામ થઈ ગયો હતો અને વાહનોના પૈડાં થંભી ગયાં હતાં.
 
રિપોર્ટ@ગુજરાત: એકસાથે 8 સભ્યનો સિંહ પરિવાર નીકળતાં રોડ બ્લોક થયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગીર ગઢડાના ઉમેદપરા ગામથી કોડીનારના આલિદર ગામ તરફ જતાં સૂમસામ રસ્તા પર એકસાથે 8 સભ્યનો સિંહ પરિવાર નીકળતાં રોડ બ્લોક થયો હતો, જેના પગલે વાહનચાલકો થંભી ગયા હતા.

વાઇરલ થયેલા આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સિંહોના આ ગ્રુપમાં સિંહણની સાથે પાઠડાનું આખું ગ્રુપ પસાર થઈ રહ્યું હતું. સિંહ પરિવાર રોડ પર આવતાં જાણે રસ્તો જામ થઈ ગયો હતો અને વાહનોના પૈડાં થંભી ગયાં હતાં. આ અદ્ભુત દૃશ્યો વાહનચાલકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યાં હતાં, જે હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યાં છે.

બે દિવસથી ગરમીનું પ્રમાણ વધ્યું હોવાથી સિંહ જંગલ વિસ્તાર છોડીને રસ્તાઓ પર અને ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે લટાર મારવા નીકળી પડતા હોય છે. આ ઉપરાંત દિવાળી વેકેશન શરૂ થતાં બહારથી આવેલા પ્રવાસીઓ અને સ્થાનિક લોકો પણ રાત્રિના સમયે સિંહદર્શન માટે કાર તેમજ ટૂ-વ્હીલર લઈને ગ્રામ્ય વિસ્તારો તરફ નીકળી પડે છે. ખાસ કરીને ગીર ગઢડાના ખિલવાડ વિસ્તારમાં સિંહનું લોકેશન હોવાથી રાત્રિના સમયે અહીં લોકોની અવરજવર વધુ જોવા મળે છે.