રિપોર્ટ@વડોદરા: મહિલાની સાથે બનેલ લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલાયો, જાણો વધુ

 લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલાયો

 
રિપોર્ટ@વડોદરા: મહિલાની સાથે બનેલ  લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલાયો, જાણો વધુ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે.  વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 19 મે, 2024ના વહેલી સવારે લૂંટ વિથ મર્ડરનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં લૂંટારુએ ઘરની લાઈટ કાપી નાખતા 70 વર્ષીય મહિલા ઘરની બહાર નીકળતા જ લૂંટારુએ ગળાના ભાગે ચપ્પુના ઘા મારી ગળામાંથી સોનાની ચેન અને બુટ્ટી લઈ ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે મકરપુરા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો સ્ટાફ અને ક્રાઈમ બ્રાન્ચ ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસને વૃદ્ધાના ઘરેથી હત્યામાં વપરાયેલ ચપ્પુ પણ મળી આવ્યું હતું. પોલીસે ગુનો ઉકેલવા ડોગ સ્ક્વોર્ડ સહિતની ટીમોને કામે લગાવી હતી. જેમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચને ભેદ ઉકેલવમાં સફળતા મળી છે. પાડોશીના સાવકા પુત્રએ જ વૃદ્ધાની હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો છે.


ડીસીપી ઝોન-3 લીના પાટીલે જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે સુખજિત કૌર નામના 70 વર્ષીય વૃદ્ધાનું લૂંટ વિથ મર્ડરનો કેસ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. જે અંતર્ગત ભાઇલાલ પાર્ક સોસાયટીમાં જે તરસાલી રોડ આવેલી છે. અહીં સિનિયર સિટીઝન હરવિંદરસિંહ અને તેમના પત્ની સુખજિત કૌર બન્ને પતિ-પત્ની એકલા રહેતા હતાં અને તેમના બાળકો બહાર રહે છે. જેમાં સવારે 4.30થી 5.00 વાગ્યાની વચ્ચે વૃદ્ધ મહિલાનું મર્ડર થયાની જાણ પોલીસને થઈ હતી. આ કેસની હકીકત એવી છે કે, વૃદ્ધ દંપતીની પાડોશમાં જ રહેતા મહિલાના પહેલા પતિના દીકરાએ આ મર્ડર કર્યાનું બહાર આવ્યું છે. આ બનાવમાં વૃદ્ધાના ગળા ઉપર ચપ્પુનો ખુબ જ ઊંડો ઘા મારીને ગળાની ચેન અને કાનની બુટ્ટીની લૂંટ કરી હતી. આ ગંભીર ઘટનાની નોંધ લઈને પોલીસ અલગ-અલગ ટીમો બનાવી હતી. જે ટીમો દ્વારા એરીયા વહેંચી સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી. આ સાથે જ ટોલનાકા સુધી તપાસ કરવામાં આવી હતી. આ ગુનો ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.


મૃતકની બાજુમાં રહેતો વિશાલ દિપકભાઈ સરોજ 19 વર્ષની ઉંમરનો છે અને અવારનવાર આવીને મદદ કરતો રહેતો હતો. તેણે સવારે આવીને પહેલા લાઈટ કનેક્શનની સ્વીચ પાડી દીધી હતી. અંધારૂ થયા બાદ ઘરમાં ચાલતુ એસી બંધ થતા વૃદ્ધા બહાર આવે છે. તે દરમિયાન વિશાલે અંધારાનો લાભ લઈ ગળે ચપ્પુ મારીને હત્યા કરીને ત્યાથી ફરાર થઈ ગયો હતો. હ્યુમન રિસોર્સ અને સીસીટીવીના આધારે ક્રાઈમબ્રાન્ચને ગુનો ઉકેલવામાં સફળતા મળી છે.


આ હત્યા બાદ વિશાલ પેટ્રોલપંપ જઈને તેના મિત્રને બોલાવી તેની મદદથી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં હાલમાં એક આરોપીની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની એટકાયત કરીને મુદ્દામાલ કબજે લીધો છે. આરોપી વિશાલ 14 તારીખથી તેના ઘરેથી તેના પિતાના એટીએમ કાર્ડ, બેંકના કાર્ડ અને અલગ-અલગ કાર્ડ લઈને ઘરેથી જતો રહ્યો હતો. જેની મિસિંગ ફરિયાદ પણ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. વિશાલના સ્ટેપ ફાધર ઉપર પણ 16 ગુના નોંધાયેલા છે, જેમાં એક હત્યાનો પણ ગુનો નોંધાયેલો છે.


વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ તરસાલી રોડ પરના ભાઇલાલ પાર્ક ટેનામેન્ટમાં લૂંટ વિથ મર્ડરનો મામલો સામે આવ્યો છે. સવારના ચાર વાગ્યાની આસપાસ લૂંટારુએ લૂંટના ઈરાદે ઘરની લાઈટ કાપી નાખી હતી. જેથી ગરમી લાગતાં અને ઘરની લાઈટ જતા 70 વર્ષીય સુખજિત કૌર બહાર નીકળ્યાં હતાં. દરવાજો ખોલતાની સાથે જ લૂંટારુએ તેમના પર ચપ્પુથી હુમલો કર્યો હતો. વૃદ્ધાના ગળાના ભાગે ચપ્પુના ઘા મારીને સોનાની ચેન અને કાનની બુટ્ટી લઈને લૂંટારુ ફરાર થઈ ગયા હતા. લૂંટારુ વૃદ્ધાનું ગળું કાપી નાખતા ઘરના ઉંબરા પાસેથી લોહીનો રેલો ચાલ્યો હતો અને વૃદ્ધાનું સ્થળે જ મોત નીપજ્યું હતું.


આ બનાવને લઈ મકરપુરા પોલીસ મથકનો સ્ટાફ, પીઆઈ, એસીપી, ડીસીપી સહિત ક્રાઈમ બ્રાન્ચની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ બનાવ અંગે જાણ થતાં પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામા પણ સ્થળે દોડી ગયા હતા. સમગ્ર ઘટના અંગે જાણકારી મેળવી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. લૂંટારુઓએ આવીને પ્રથમ મારા ઘરની લાઈટ બંધ કરી હતીઃ મહિલાના પતિ આ અંગે મહિલાના પતિ હરવિંદરસિંહએ જણાવ્યું હતું કે, લૂંટારુઓએ આવીને પ્રથમ મારા ઘરની લાઈટ કાપી નાખી હતી. જેથી ગરમી લાગતા તે બહાર આવી હતી અને આ ઘટના બની હતી. આ ઘટના સવારે 4 વાગ્યાની આસપાસ બની છે. જેમાં લૂંટારુ સોનાની ગાળામાં પહેરેલી ચેન અને બુટ્ટી લઈ ફરાર થઇ ગયા હતા. હરવિંદરસિંહ અગાઉ ongc માં નોકરી કરતા હતા અને હાલમાં રિટાયર્ડ છે.


લૂંટ વિથ મર્ડર મામલે પોલીસ કમિશનર નરસિમ્હા કોમારનું જણાવ્યું હતું કે, આરોપીએ લાઇટ કટ કરીને લૂંટ વિથ મર્ડરની ઘટનાને અંજામ આપ્યો છે. ઘટનાસ્થળે FSLની ટીમની મદદ લેવાઈ છે. આરોપીને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચ, SOG, PCB, સ્થાનિક પોલીસની ટીમો બનાવી છે. ટેક્નિકલ ટીમને પણ પોલીસે એક્ટિવ કરી છે. સમગ્ર ઘટનામાં આરોપી વહેલીતકે પકડાય તે માટે પોલીસ પ્રયાસ કરી રહી છે. પોલીસે ગુનો ઉકેલવા ડોગ સ્ક્વોર્ડની ટીમની પણ મદદ લીધી છે.


આ મામલે ડીસીપી લીના પાટીલે જણાવ્યું હતું કે, આ ઘટના વહેલી સવારના 4 વાગ્યા પછીની છે. તરસાલી સુસેન મેઈન રોડ પરની સોસાયટીમાં આ ઘટના બની છે. 70થી 75 વર્ષના રિટાયર્ડ વયોવૃદ્ધ દંપતી એકલું રહે છે. તેના પરિવારના અન્ય સભ્યો બહાર રહે છે. વહેલી સવારે ઊઠીને ઘરની બહાર બેસવાનું રોજનું શિડ્યુઅલ હતું. જે બાદ તેઓ ગુરુદ્વારા દર્શન કરવા જતાં હોય છે. આજે વહેલી સવારે બાના ગળામાં ચપ્પુના ઘા મારી ચેન અને કાનની બુટ્ટી કાઢી લેવામાં આવ્યાં છે. ગળામાં ચપ્પુનો ઘા મારતા બાનું મોત નીપજ્યું છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. લોકલ LCBની ટીમ, ડી સ્ટાફની ટીમ, DCP ક્રાઈમની ટીમ, PCB સહિતની ટીમો કામે લાગી છે.


વધુમાં જણાવ્યું હતું કે, મૃતકના પતિ કાને ઓછું સાંભળી શકે છે. તેમની ધ્યાને પણ નથી આવ્યું કે આ ઘટના કયા ટાઈમે બની છે. તેમને 4.30થી 5.00 વાગ્યાની વચ્ચે જાણ થતાં તેઓ તાત્કાલિક વૃદ્ધાને હોસ્પિટલ લઈ જાય છે. ત્યારબાદ 5.15 વાગ્યે પોલીસને જાણ કરાઈ હતી. એટલે ઘટનાનો ટાઈમ 4.00 વાગ્યાથી 4.45નો કહી શકીએ. પહેલા લૂંટારુએ ઘરની લાઈટ કાપી નાખી હતી અને બાદમાં વૃદ્ધા બહાર આવતા આ ઘટનાને અંજામ આપ્યો હતો.