રિપોર્ટ@સુરેન્દ્રનગર: ટ્રાફિક નિયમ ભંગ કરનાર વાહન ચાલકો પાસેથી રૂ. 4,400ના દંડની વસૂલાત કરવામાં આવી

 દંડની વસૂલાત કરવામાં આવી હતી.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

નિયમોનું પાલન ના કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી પોલિસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં પાટડી-ખારાઘોડા રોડ પર‌ અડચણ રૂપ વાહનચાલકો સામે દંડનીય તથા આઈપીસી હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. એક અઠવાડિયામા પાટડી પોલિસે કલમ 207 હેઠળ 4,283 હેઠળ 4 ઉપરાંત ટ્રાફિક નિયમ ભંગ કરનાર 14 વાહન ચાલકો પાસેથી રૂ. 4,400ના દંડની વસૂલાત કરવામાં આવી હતી.

પાટડી પોલીસ મથકના તત્કાલિન મહિલા પીએસઆઇ એલ.બગડાને લોક દરબાર પાટડી નગરમાં થતી આડેધડ પાર્કિંગની સમસ્યાનો નિવેડો લાવવા રજૂઆત મળ્યા બાદ રોડ‌ પર અડચણરૂપ વાહન પાર્ક કરનારના વાહનને લોક લગાવી દંડ વસૂલવાની કામગીરી આરંભી હતી. ત્યારે તત્કાલિન પીએસઆઇ એલ.બી.બગડા બદલી થાય બાદ ફરી આડેધડ પાર્કિંગ થતાં હાલાકી ઉભી થઇ રહી હતી. ત્યારે પાટડી પોલિસ મથકના પીએસઆઈ એમ.બી.વીરજા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા અને ધાંગધ્રા ડિવિઝન નાયબ પોલીસ અધિક્ષકની સુચનાથી ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી.

જેમાં પાટડી-ખારાઘોડા રોડ પર એક અઠવાડિયામા પાટડી પોલિસે કલમ 207 હેઠળ 4,283 હેઠળ 4 ઉપરાંત ટ્રાફિક નિયમ ભંગ કરનાર 14 વાહન ચાલકો પાસેથી રૂ. 4,400ના દંડની વસૂલાત કરવામાં આવી હતી. જેમાં પાટડી પોલિસ મથકના કોન્સ્ટેબલ રાજભા વણોલ,ગૌતમ ગેડીયા સહિતના સ્ટાફ દ્વારા નિયમભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાટડી-ખારાઘોડા રોડ પર શાળા, કોલેજ, કોર્ટ, ખેતીવાડી બજાર આવેલી હોવાથી વાહનોની અવરજવર વધારે રહે છે. રોડ ખાતાની હદમાં ગેરકાયદે શેડ બાનાવી દબાણ થવાના કારણે વાહનચાલકોને વાહન પાર્ક કરવાની જગ્યા ન મળતા રોડ પર વાહન પાર્ક કરવા મજબૂર બન્યા છે. ગેરકાયદે દબાણો દૂર કરવા પાટડી નગરપાલિકા, મામલતદાર અને R&Bને રજૂઆત કરવામાં આવી છતાં દબાણ દૂર ન કરવામાં આવતા ટ્રાફીકની‌‌ સમસ્યા યથાવત રહેવા પામી છે.