રિપોર્ટ@અમદાવાદ: દિવાળીમાં હોલસેલના ભાવે મીઠાઈ અને ફરસાણ લેવા માટે આ જગ્યાએ ફટાફટ પહોંચો

ફરસાણમાં ખાસ પ્રકારના મરી-મસાલા નાખવામાં આવે છે
 
રિપોર્ટ@અમદાવાદ: દિવાળીમાં હોલસેલના ભાવે મીઠાઈ અને ફરસાણ લેવા માટે આ જગ્યાએ ફટાફટ પહોંચો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદ શહેરની અનેક વસ્તુઓ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. પરંતુ અમદાવાદ શહેર પાસે આવેલું કલ્યાણપુરા ગામ માત્ર મીઠાઈ અને ફરસાણ માટે જાણીતું છે.

અમદાવાદથી થોડે દૂર કલ્યાણપુરા ગામમાં આવેલા ગજાનંદ સ્વીટ માર્ટ અને શ્રી કૃષ્ણ ફરસાણની મીઠાઈ અને ફરસાણ ખૂબ પ્રખ્યાત છે. અહીં મળતા પેંડા, ચવાણું, પાપડી અને ગાંઠિયા ગુજરાત સહિત દેશભરમાં પ્રખ્યાત છે.અહીં લગભગ 6થી 7 પ્રકારના પેંડા બનાવવામાં આવે છે.

અમદાવાદ શહેર પાસે આવેલું કલ્યાણપુરા ગામ મીઠાઈ અને ફરસાણ માટે ખૂબ જ પ્રખ્યાત છે. અહીંના પેંડા, ફેણી, મોતિયા લાડવા અને ફરસાણમાં ગાંઠિયા, પાપડી, ચવાણું, ફૂલવડી વગેરે વસ્તુઓ મળે છે.આ ઉપરાંત અહીં મોહનથાળ, મગસ, બુંદી, બુંદીના લાડવા, તીખી સેવ, તીખી પાપડી પણ ફેમસ છે. મીઠાઈ વેચનાર ચિરાગભાઈ પટેલે જણાવ્યું હતું કે, તેઓ ખાસ મીઠાઈમાં વર્ષોથી પેંડા બનાવવા માટે જાણીતા છે. તેઓ કેસર પેંડા, સફેદ ઈલાયચીવાળા પેંડા તથા માવાવાળા પેંડા બનાવે છે. દિવાળીમાં તો આ પેંડા ખરીદવા લોકોની લાઈન લાગે છે.

આ પેંડા બનાવવા તેઓ ખાસ મલાઈવાળું દૂધનો ઉપયોગ કરે છે.અહીં બનતા પેંડાની ખાસ વાત એ છે કે, પેંડામાં ગળપણ અને ચીકાશ વગરનું સુગંધીદાર બનાવવામાં આવે છે. ગજાનંદ સ્વીટ માર્ટમાં મળતી મીઠાઈઓના ભાવની વાત કરીએ તો, પેંડા 360 થી 400 રૂપિયા/કિલો, ફેણી 160 થી 190 રૂપિયા/કિલો, મોતિયા લાડવા 160 થી 200 રૂપિયા/કિલોના ભાવે મળે છે. તથા અન્ય મીઠાઈઓ 300 થી 400 રૂપિયા/કિલોના ભાવમાં મળે છે. જ્યારે ગાંઠિયા, ચવાણું, પાપડી જેવા ફરસાણ 200 થી 250 રૂપિયા/કિલોના ભાવમાં મળે છે. 

પરસોત્તમભાઈ પટેલે જણાવ્યું હતું કે, તેઓ ફરસાણ માટે જાણીતા છે. તેમની દુકાન પર પાપડી, ગાંઠિયા, ટોપરાપાક, મગસ, મોહનથાળ વગેરે વસ્તુઓ પણ મળે છે. અહીં બનાવવામાં આવતા ફરસાણમાં ખાસ પ્રકારના મરી-મસાલા નાખવામાં આવે છે. અહીં મળતા ગાંઠિયા શુદ્ધ-સાત્વિક અને દેખાવમાં ચોરસ હોય છે.જે તમે ચા-કોફી સાથે નાસ્તામાં સરળતાથી લઈ શકો છો.

(નોંધ: આ દિવાળી પૂર્વેના ભાવ છે)