રિપોર્ટ@વાંકાનેર: ગેરકાયદેસર ટોલનાકાનો પર્દાફાશ થયા બાદ પોલીસ અને વહીવટી તંત્રમાં દોડધામ

 બે આરોપીઓની  પોલીસે ધરપકડ કરી
 
રિપોર્ટ@વાંકાનેર: ગેરકાયદેસર ટોલનાકાનો પર્દાફાશ થયા બાદ પોલીસ અને વહીવટી તંત્રમાં દોડધામ 

અટલ સમાચાર  ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર નવાર કેટલાય ગેરકાયદેસર  બનાવો સામે આવતા હોય છે. ગેરકાયદેસર ટોલનાકાનો પર્દાફાશ થયા બાદ પોલીસ અને વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે ફરિયાદી બની પાંચ આરોપીઓના નામજોગ અને તેની સાથે અજાણ્યા માણસો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.જેમાંથી બે આરોપીનો પોલીસે ધરપકડ કરી છે.

બનાવની મળતી વિગત મુજબ વાંકાનેર સીટી પોલીસમાં ફરજ બજાવતા યશપાલસિંહ પરમારે આરોપીઓ અમરશીભાઈ જેરામભાઈ પટેલ , રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ જયુભા ઝાલા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ તેની સાથે અજાણ્યા માણસો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જેમાં જણાવ્યું છે. ટોલપ્લાઝાની બાજુમાં આ લોકો બીજો રસ્તો આપી અનઅધીકુત રીતે ટોલ ઉઘરાવતા હોવાથી ફરિયાદ નોધાઇ હતી જેથી પોલીસે ગુનો નોધી આરોપીન ઝડપવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.લગભગ ૨૫ દિવસ તપાસ બાદ પોલીસે બે આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ જયુભા ઝાલાની ધરપકડ કરી છે.