રિપોર્ટ@ગુજરાત: ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે સંઘાણીએ સરકારનો વિરોધ કર્યો
તેમણે કહ્યું કે, આગામી દિવસોમાં જંગલ આસપાસ વિસ્તારોના ખેડૂતો એકત્ર કરીશું. તેમજ સરકારે કાયદાઓમાં ફેરફાર કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ કરીશ.
Updated: Oct 4, 2024, 11:40 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક બાબતોના કારણે વિરોધ જોવા મળતો હોય છે. ઈકો સેન્સિટિવ ઝોનને લઈ દિલીપ સંઘાણીએ મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આગામી દિવસોમાં જંગલ આસપાસ વિસ્તારોના ખેડૂતો એકત્ર કરીશું.
તેમજ સરકારે કાયદાઓમાં ફેરફાર કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ કરીશ. પ્રાથમિક સ્થિતિમાં માત્ર 196 ગામના લોકો એકત્ર થયા છે. પરિસ્તિતિ વણસે તો અન્ય ગામો પણ આગળ આવશે.
જનજાગૃતિ માટે સમગ્ર રાજ્ય અને દેશમાં વિચારોની ચર્ચા કરવી જોઈએ. વન્યજીવો દ્વારા માનવ જીવનનાં જોખમો ટાળવા માટે કાયદામાં સુધારો કરવો પડે. તેમજ નેતૃત્વ લઈને સક્રિય આગેવાની કરીશ.