રિપોર્ટ@સંંતરામપુર: પ્રા.શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીને પીવીસી પાઈપથી મારતાં, સારવાર માટે ખસેડાયો
Mar 1, 2024, 11:41 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર નવાર કેટલાક બનાવો સામે આવતા હોય છે. સંંતરામપુર તાલુકાના મોવાસા પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીને મારમારતાં વિદ્યાર્થીને 108 દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યો. વિદ્યાર્થીને મારમારતાં શિક્ષક સામે વાલીઓનો ભારે રોષ જોવા મળ્યો છે.
સંતરામપુર તાલુકાના મોવાસા પ્રા.શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જયેશભાઇ નામના શિક્ષક દ્વારા શાળાના વિદ્યાર્થીને મારમારવામાં આવ્યો હતો. વિદ્યાર્થીને શિક્ષક દ્વારા પીવીસી પાઈપ થી મારમારવામાં આવ્યો હતો. જેને લઈ વિદ્યાર્થીને 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીને મારમારવાની ધટનાને લઈ વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે.