રિપોર્ટ@રાજકોટ: ઓલ ઇન્ડિયા યુનિ.ની ક્રિકેટ ટીમમાં ગુજરાતમાંથી માત્ર સૌરાષ્ટ્ર યુનિ.ના ખેલાડીની પસંદગી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઓલ ઇન્ડિયા યુનિ.ની ક્રિકેટ ટીમમાં ગુજરાતમાંથી માત્ર સૌરાષ્ટ્ર યુનિ.ના ખેલાડીની પસંદગી કરવામાં આવી છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ક્રાઈસ્ટ કોલેજમાં એમએસસીનો અભ્યાસ કરતા રામદેવ આચાર્યની પસંદગી કરાઈ છે.25 નવેમ્બરે તે ઓસ્ટ્રેલિયા યુનિવર્સિટીઝ ટીમ સામે દ્વિપક્ષીય સિરીઝ રમશે.
ક્રિકેટની દુનિયામાં કિંગ તરીકે જાણીતા વિરાટ કોહલીના કોચ રાજકુમાર શર્માએ 9 વર્ષ પહેલા સ્ટેટમેન્ટ આપ્યું હતું કે, હાલ મારી પાસે ક્રિકેટનુ કોચિંગ લેતા 12 વર્ષનાં રામદેવમાં એ સ્પાર્ક દેખાય છે જે મને અગાઉ વિરાટમાં દેખાયો હતો. આ ખેલાડી એટલે હાલ 21 વર્ષનો રામદેવ આચાર્ય.
જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ક્રાઈસ્ટ કોલેજમા સાયન્સ ફેકલ્ટીમાં M.Sc. ફિઝિક્સમા અભ્યાસ કરે છે અને તેનું ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સિલેક્શન થયું છે. ગુજરાતમાંથી પસંદગી પામનારો તે એકમાત્ર ખેલાડી છે. જો હવે તે આગામી 29 ઓક્ટોબરે ભુવનેશ્વરમાં સિલેક્ટ થશે તો 25 નવેમ્બરથી 6 ડિસેમ્બર વચ્ચે ભારત આવતી ઓસ્ટ્રેલિયા યુનિવર્સિટીઝ ટીમ સામે દ્વિપક્ષીય સિરીઝ રમશે.