રીપોર્ટ@સિધ્ધપુર: દેશની રક્ષા કાજે શહિદ થયેલ સૈનિકોના આત્માની શાંતિ માટે જવાનોએ કર્યું તર્પણ

અટલ સમાચાર ડોટ કોમ, સિધ્ધપુર કોરોના મહામારી વચ્ચે સિદ્ધપુર માતૃગયા તીર્થ ખાતે દેશની રક્ષા કાજે શહિદ થયેલ સૈનિકોના આત્માની શાંતિ માટે 100 વધુ BSF ના જવાનોએ એક સાથે તર્પણ કર્યું હતું. આ સાથે મોક્ષ માટે પ્રાર્થના કરી હતી. સિદ્ધપુર ખાતે આવી પહોંચતા BSF જવાનોની સાઇકલ યાત્રાનું ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
 
રીપોર્ટ@સિધ્ધપુર: દેશની રક્ષા કાજે શહિદ થયેલ સૈનિકોના આત્માની શાંતિ માટે જવાનોએ કર્યું તર્પણ

અટલ સમાચાર ડોટ કોમ, સિધ્ધપુર

કોરોના મહામારી વચ્ચે સિદ્ધપુર માતૃગયા તીર્થ ખાતે દેશની રક્ષા કાજે શહિદ થયેલ સૈનિકોના આત્માની શાંતિ માટે 100 વધુ BSF ના જવાનોએ એક સાથે તર્પણ કર્યું હતું. આ સાથે મોક્ષ માટે પ્રાર્થના કરી હતી. સિદ્ધપુર ખાતે આવી પહોંચતા BSF જવાનોની સાઇકલ યાત્રાનું ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

BSF જવાનો દ્વારા દેશભરમાં સાઇકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા બનાસકાંઠાથી કાલે સાંજે સિદ્ધપુર ખાતે આવી પહોચી હતી. ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટી ખાતે પહોંચતા ગુજરાત GIDCના ચેરમેન બલવંતસિંહ રાજપુત દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને BSF બટાલિયનનું રાત્રી રોકાણ કરવામાં આવ્યું હતું. જયારે જમ્મુ-કાશ્મીરથી દાંડી જતી BSF જવાનોની આ સાઇકલ યાત્રાને આજે વહેલી સવારે-7.00 વાગે દાંતીવાડા BSF કેમ્પસ ખાતેથી 93 બટાલીયનના કમાન્ડન્ટ દલબીરસિંહ અહલાવત અને 109 બટાલીયનના કમાન્ડન્ટ એ. કે. તિવારી અને સીમા સુરક્ષા દળના અન્ય જવાનોએ ફ્લેગ ઓફ કરી સિદ્ધપુરના માતૃગયા તીર્થ બિંદુસરોવર ખાતે પહોંચી હતી. જ્યાં સિદ્ધપુર માતૃગયા તીર્થ ગોર મંડળ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરી બિન્દુસરોવર માં તર્પણ વિધિ કરાવી હતી.

રીપોર્ટ@સિધ્ધપુર: દેશની રક્ષા કાજે શહિદ થયેલ સૈનિકોના આત્માની શાંતિ માટે જવાનોએ કર્યું તર્પણ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સિદ્ધપુર માતૃગયા તીર્થના તીર્થ ગોર મંડળ દ્વારા કોરોના મહામારીમાં તેમજ દેશની રક્ષા કાજે શહિદ થયેલ સૈનિકોના આત્માની શાંતિ માટે 100 વધુ BSF ના જવાનોએ એક સાથે માતૃગયા તીર્થ બિંદુસરોવરમાં તર્પણ કર્યું હતું અને મોક્ષ માટે પ્રાર્થના કરી હતી તેમજ રાષ્ટ્રગીત નું ગાન કર્યું હતું અને ત્યારબાદ આ સાઇકલ રેલી ઊંઝા જવા માટે પ્રસ્થાન કર્યું હતું. જોકે જમ્મુ-કાશ્મીરથી નિકળેલી આ સાઇકલ યાત્રા આગામી 2 ઓક્ટોબર, મહાત્મા ગાંધીજીના જન્મદિવસે દાંડી પહોંચશે. તેમ BSF ના ઓફિસર રાજીવકુમારે જણાવ્યું હતું.