રિપોર્ટ@ગુજરાત: બૂટલેગર સહિત 132 આરોપીને SPની લાસ્ટ વોર્નિંગ, જાણો શું કહ્યું ?

પુરુષ આરોપીઓને કાન પકડાવી ઊઠકબેઠક કરાવી અને મહિલા આરોપીઓને રોજગારીની તકો આપવાની વાત કરી.
 
રિપોર્ટ@ગુજરાત: બૂટલેગર સહિત 132 આરોપીને SPની લાસ્ટ વોર્નિંગ, જાણો શું કહ્યું ?
અસમાજિક તત્વો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અસામાજિક તત્વોને સીધા કરવા માટે તંત્ર જાગી ગયું છે. હવે ગુનેઘારોની ખેર નથી. ગુજરાત રાજ્યમાં 100 કલાકમાં અસામાજિક તત્ત્વોને સીધા દોર કરવાનું અભિયાન હવે વેગવંતું બની રહ્યું છે.

નવસારી જિલ્લાના 132 જેટલા અલગ અલગ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને LCB કચેરી ખાતે ભેગા કરી જિલ્લા પોલીસવડા દ્વારા શાનમાં સમજાવવામાં આવ્યા હતા.

ગુનેગારો જો ન સુધરે તો તેમને કાયદાકીય કાર્યવાહી કરી જેલમાં મોકલવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સાથે જ પુરુષ આરોપીઓને કાન પકડાવી ઊઠકબેઠક કરાવી અને મહિલા આરોપીઓને રોજગારીની તકો આપવાની વાત કરી.