રિપોર્ટ@ગાંધીનગર: દારૂની છુટનો નિર્ણય માત્ર ગિફ્ટસિટી પૂરતો છે એવુ નિવેદન રાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે આપ્યુ
દારૂની છૂટ હાલમાં ચર્ચાનો વિષ્ય બન્યો
Dec 23, 2023, 19:10 IST

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક
ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ હાલમાં ચર્ચાનો વિષ્ય બન્યો છે. ત્યારે દારૂની છુટનો નિર્ણય માત્ર ગિફ્ટસિટી પૂરતો છે એવુ નિવેદન રાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે આપ્યુ છે. તેમણે પરવાનગી અંગે સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે, સરકાર રાજ્યની પ્રગતિ અને ભલાઈ અંગે જ વિચારે છે.
ઋષિકેશ પટેલે જણાવ્યુ કે ગિફ્ટસિટીની સ્થાપના દીર્ઘદ્રષ્ટી સાથે કરાઈ છે. અહીં IT, બેન્કિંગ સહિત વિદેશની કંપનીઓ આવે તેવો લક્ષ્ય છે, ત્યારે બહારથી આવનારા લોકોની લાઈફસ્ટાઈલને અનુકુળ થવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. બહારથી આવતા ટેલેન્ટને સાચવી રાખવું ખૂબ જરૂરી છે. એટલે જ તેમને અનુકુળ વાતાવરણ ઉભું કરવાનો આ પ્રયાસ છે. ગિફ્ટસિટીમાં આ નિર્ણયને કારણે વેપારની તકો વધશે. એક નાના કારણને કારણે અડચણ આવતી હતી, તેની દૂર કરવાનો પ્રયાસ કરાયો છે.