રિપોર્ટ@ભાવનગર: મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને 2 લાખનો મુદ્દામાલ ચોરી તસ્કરો ફરાર

રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું

 
રિપોર્ટ@ભાવનગર: મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને  2 લાખનો મુદ્દામાલ ચોરી તસ્કરો ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોરીના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ચોરીની  ઘટના સામે આવતી હોય છે.  ભાવનગર શહેરના રૂપાણી વિસ્તારમાં આવેલ એક રહેણાંકી મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મકાનમાંથી સોના-ચાંદીના દાગીના રોકડ રકમ મળી કુલ રૂ.1,90,000નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ જતાં મકાન માલિકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના રૂપાણી વિસ્તારમાં આવેલ ચંપા રો-હાઉસ પ્લોટનં-1576/14 નંબરનું મકાન ધરાવતા કલ્પનાબેન નિલેશભાઈ પંડ્યા ઉ.વ.69 ના બેન-બનેવી શહેરમાં જ નવું મકાન બનાવી રહ્યાં હોય આથી તેના ઘરનો સર-સામાન તથા કિંમતી દર-દાગીના સહિતની ચિઝવસ્તુઓ કલ્પનાબેનના મકાનમાં પેકિંગ કરી મૂક્યો હોય એ દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સોએ બંધ મકાનના તાળા તોડી રૂમમાં રાખેલ સોના-ચાંદીના દાગીના રોકડ રકમ તથા દસ્તાવેજ મળી કુલ રૂ.1,90,000 લાખનો મુદ્દામાલ ની ચોરી કરી ફરાર થઈ જતાં મકાન માલિક કલ્પનાબેન એ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.