રિપોર્ટ@ગુજરાત: વેજલપુરમાં શ્રેયસ કોમ્પ્લેક્સમાં અચાનક આગ લાગી
ફાયરબ્રિગેડ દ્વારા હાલમાં પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
Mar 20, 2025, 15:52 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આગ લાગવાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. અમદાવાદના વેજલપુર-મકરબા રોડ પર શ્રેયસ કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે આવેલી ઓફિસમાં આગ લાગવાની ઘટના બની છે. પ્રહલાદનગર ફાયર સ્ટેશનની 2 ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરાઈ છે. ફાયરબ્રિગેડ દ્વારા હાલમાં પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
અગાઉ વડોદરામાં પણ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એટ્લાન્ટિક કોમ્પ્લેક્સમાં 19 માર્ચની મોડીરાત્રે આગનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવની જાણ થતાં તાત્કાલિક વડીવાડી ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
તપાસ કરતા ઇલેક્ટ્રિક પેનલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું સામે આવ્યું હતું. ઈલેક્ટ્રિક પેનલમાં આગ હોવાથી વીજ કંપનીને જાણ કરી પુરવઠો બંધ કરી આગ પર કાબુ મેળવ્યો હતો.