રિપોર્ટ@સુરત: 1 હજાર કરોડનો તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ ફેઇલ, જાણો વધુ વિગતે

દૂષિત પાણી તાપી નદીમાં ઠલવાઇ રહ્યું છે.
 
રિપોર્ટ@સુરત: 1 હજાર કરોડનો તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ ફેઇલ, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. શહેરમાં 80થી વધુ તબેલા અને સાત આઉટલેટ બંધ ન થતા તાપી શુદ્ધિકરણ 7 વર્ષે પણ પુર્ણ થયુ નથી.

છેલ્લા 7 વર્ષથી રૂપિયા 1 હજાર કરોડના ખર્ચે તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે પરંતુ શહેરમાં તાપી નદીમાં ભળતા ગંદા પાણીને પગલે હજી પણ રાંદેર, અડાજણ, અઠવા, વરાછા અને સરથાણા વિસ્તારોમાં સમાન ધોરણે તથા ગુણવત્તા યુક્ત પાણી મળતુ નથી. તાપીમાં ખાડી-ડ્રેનેજના આઉટલેટોમાંથી ભળતાં ગંદા પાણીને વર્ષોના વહાણાં વિતવા છતાં પણ અટકાવવામાં મહાપાલિકાને સફળતા મળી નથી. વરિયાવ-છાપરાભાઠાના બે કિ.મી. વિસ્તારમાં તાપી કાંઠે ગેરકાયદે તબેલાઓનો રાફડો ફાટ્યો છે.

તેને વર્ષોથી દૂર કરી શકાયો નથી તેનું ડ્રેનેજ પાણી સીધુંજ નદીમાં ઠલવાઇ રહ્યું છે. મોટા વરાછા આઉટલેટ, વાલક ખાડીનું પાણી પણ હજી નદીના રો-વોટરની ગુણવત્તાને બગાડી રહ્યું છે. કતારગામ તરફ લંકાવિજય હનુમાન ખાતેના આઉટલેટનું દૂષિત પાણી તાપી નદીમાં ઠલવાઇ રહ્યું છે.