રિપોર્ટ@સુરત: ETP પ્લાન્ટની ટેંકમાં ઉતરેલા 4 સફાઇ કર્મીના મોત, જાણો સમગ્ર ઘટના વિશે

ચાર શ્રમિકો ઝેરી ગેસની અસરને કારણે અંદર જ ફસાઈ ગયા હતાં.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરતના ખાંડ બજાર વિસ્તારમાં આજે  એક ગંભીર દુર્ઘટના સામે આવી છે. ચોર્યાસી ડેરીની બાજુમાં આવેલા રતિ હાઉસ  ખાતે વહેલી સવારે અંડરગ્રાઉન્ડ ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ કરવા ઉતરેલા ચાર શ્રમિકો ઝેરી ગેસની અસરને કારણે અંદર જ ફસાઈ ગયા હતાં.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ચારેય શ્રમિકોને બહાર કાઢી સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ડોક્ટરે ચારેયને મૃત જાહેર કર્યા હતા.

મૃતકોના નામ 

1.નિમેષ વિઠ્ઠલભાઈ સાવલિયા 

2.વિકાસ કુમાર સંતોષભાઈ સોનાવણે 

3.વિજય ભીખાભાઈ આહિરે 

4.યોગેશ નાનાભાઈ જાદવ