રિપોર્ટ@સુરત: 4 વર્ષની બાળકી ઝાડી ઝાખરામાંથી ગંભીર હાલતમાં મળી, સિવિલ ખસેડાતા તેને મૃત જાહેર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજયમાં અવાર-નવાર ઘટનાઓ સામે આવતીજ હોય છે. સુરત શહેરમાં શ્વાનોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. આજે સવારથી જ શ્વાનના હુમલાનો ભોગ બનેલા બાળકોથી લઈને વૃદ્ધો સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા. ત્યારે પાંડેસરા વિસ્તારમાં વધુ એક બાળકી પર શ્વાન હુમલો કરીને ઉઠાવી ગયું હતું. ગુમ થઈ ગયેલી બાળકીને પરિવાર શોધખોળ કરતા ઝાડી ઝંખરામાંથી બાળકી ગંભીર હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખસેડાતા તેને જાહેર કરવામાં આવી હતી.
પાંડેસર વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થ નગરમાં કાળુભાઈ પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની, ત્રણ દીકરા અને એક દિકરી હતી. મજુરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની 4 વર્ષની દિકરી સાંજે ઘર બહાર રમતા ગુમ થઇ હતી. ત્યારબાદ તાત્કાલિક કામ પર ગયેલા પિતાને બોલાવી શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
પરિવારજનો દ્વારા એકની એક દિકરીની શોધખોળ દરમિયાન નજીકમાં આવેલી એક વાડીમાં ઝાડી ઝાખરમાથી ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ તાત્કાલિક બાળકીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી. જ્યાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.