રિપોર્ટ@સુરતઃ મકાનમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી, 5 લોકોના મોત
આગને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ ફેલાયો છે
Mar 31, 2026, 13:35 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરત શહેરમાંથી આગ લાગવાની ભયાનક ઘટના સામે આવી છે.સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પાસે એક મકાનમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળતા 5 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.
રહેણાંક મકાનમાં લાગેલી આ આગને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ ફેલાયો છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ગાડીઓ અને એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી અને બચાવ કામગીરી હાથ ધરી છે.
મૃતકોના નામ
શહેનાઝ બેગમ અબ્દુલ કલામ અંસારી
હુસા બેગમ અબ્દુલ કલામ અંસારી
શુભાન રમઝાન અલી અંસારી
શબીનાં રમઝાન અલી અંસારી
પરવીન અબ્દુલ કલામ અંસારી

