રિપોર્ટ@સુરત: 40 વિદ્યાર્થીઓની કેપીસીટીવાળા એક ક્લાસમાં 65 વિદ્યાર્થીઓ બેસવા મજબૂર થયા
65 વિદ્યાર્થીઓ બેસવા મજબૂર થયા
Jul 13, 2024, 11:10 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. સુરતની નગર પ્રાથમિક શાળામાં ભણનાર વિદ્યાર્થીઓ હાલ પગ અને કમરના દુ:ખાવાની ફરિયાદ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ છેલ્લા બે વર્ષથી આ રીતે ભણવા મજબૂર બન્યા છે.
કારણ કે શિક્ષણ સમિતિની જર્જરિત 26 જેટલી શાળાઓ સમિતિએ ખાલી કરાવી દીધી છે અને તે શાળાઓના વિદ્યાર્થીઓને બીજી શાળામાં મોકલી આપ્યા છે. જેના કારણે હવે એક જ ક્લાસમાં બે વર્ગના વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે.
40 વિદ્યાર્થીઓની કેપીસીટીવાળા એક ક્લાસમાં 65 વિદ્યાર્થીઓ બેસવા મજબૂર થયા છે. એક બેન્ચ પર પાંચથી છ બાળકો બેસી રહ્યા છે તેઓ યોગ્ય રીતે ભણી પણ શકતા નથી અને બેસી પણ શકતા નથી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રાજેશ કાપડિયાએ જણાવ્યું છે કે, ટૂંક સમયમાં નિરાકરણ આવી જશે.