રિપોર્ટ@સુરત: ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ પાટીલે કહ્યું, વિદાય વસમી નહીં જીત સાથે નક્કી કરી, જેને તક મળે તેને એડવાન્સમાં અભિનંદન
વાવ પેટાચૂંટણીમાં જીત બાદ સુરતમાં એક કાર્યક્રમમાં સંગઠનમાં ફેરફાર અંગેની વાત કરતા સૌ ચોંકી ઊઠ્યા હતા.
Nov 24, 2024, 14:41 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. વાવ વિધાનસભાની પેટાચૂંટણી બાદ હવે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સંગઠનના માળખામાં ધરખમ ફેરફારના સંકેત મળી રહ્યા છે.
આ સંકેત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા જ આપવામાં આવ્યા છે. વાવ પેટાચૂંટણીમાં જીત બાદ સુરતમાં એક કાર્યક્રમમાં સંગઠનમાં ફેરફાર અંગેની વાત કરતા સૌ ચોંકી ઊઠ્યા હતા. આ સાથે જ પાટીલે પોતાની વિદાયના સંકેત આપતા કહ્યું હતું કે, મેં બે વાર રજૂઆત કરી છે કે કોઈને જવાબદારી સોંપવી જોઇએ.
મને લાગે છે કે ઝડપમાં આપણે નિર્ણય તરફ જઈ રહ્યા છે. નવા સંગઠનની શરૂઆત કરવાની સૂચના અમને મળી છે. જેમને તક મળશે એમને એડવાન્સમાં અભિનંદન આપું છે. અને જેમણે મારી સાથે કામ કર્યું તે બધાનો આભાર પણ વ્યક્ત કરું છું.