રિપોર્ટ@સુરત: બ્રાન્ડેડ કંપનીના નામે હલકી કક્ષાનું તેલ પધરાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં
લોકોના આરોગ્ય સાથે ચેડાં
Jul 12, 2024, 09:28 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં નકલી ચીજ-વસ્તુના વેચાણના કેસ ખુબજ વધી ગયા છે. સુરતમાં બ્રાન્ડેડ કંપનીના નામે હલકી કક્ષાનું તેલ પધરાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા બે વેપારીઓના ત્યાં તેલ કંપનીએ પોલીસને સાથે રાખી દરોડા પાડ્યા હતા.
સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી કરિયાણાની બે દુકાનોમાં વેપારીઓ દ્વારા 1200 રૂપિયાની કિંમતના તેલના ડબ્બા પર બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર અને બુચ મારી વેચાણ કરતા હોવાની માહિતી કંપનીના અધિકારીઓને મળી હતી. જે બાદ તેલ કંપનીએ પોલીસને સાથે રાખી ત્યાં દરોડા પાડ્યા હતા.
ત્યાર બાદ પોલીસે બંને વેપારીઓના ત્યાંથી બ્રાન્ડેડ કંપનીના નામે વેચાણ અર્થે રાખવામાં આવેલા પાંચ તેલના ડબ્બા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.