રિપોર્ટ@સુરત: બોગસ દસ્તાવેજ બનાવીને 70 લાખની મિલકત પચાવી પાડનાર 8 આરોપી સામે ફરિયાદ નોંધાઇ

લાલગેટ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આદરી છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મૃત્યુ પામેલા પાવરદારના નામની બોગસ ભાડાચિઠ્ઠી બનાવી તેના આધારે દસ્તાવેજ કરાવી લઇને ખજુરાવાડી વિસ્તારમાં આવેલી રૂ.70 લાખની કિંમતની સાત જેટલી ખોલી પચાવી પાડવાનો પ્રાયસ કરનાર આઠ જણા વિરૂદ્ધ લાલગેટ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

મુગલીસરા કોલીવાડ મરજાનસામી રોડ ખાતે રહેતા મુહમ્મદ ફિરોઝ અબ્દુલ મજીદ મુન્શી કાપડના ધંધા સાથે સંકળાયેલા છે. મુગલીસરા ખજૂરાવાડીમાં આવેલી વસાહતમાં 7 જેટલી ખોલી તેમની માલિકીની છે. આ ખોલી અગાઉ તેમની માતાએ ખરીદી હતી અને બક્ષીસ તરીકે તેમને આપી હતી.

આ મિલકત પચાવી પાડવા માટે શાહેદાબાનુ મુહમ્મદ ઐયુબ કુરેશી, યાકુબ મુસા મંસુરી, રાસીદાબીબી ગુલાબખાન પઠાણ, યુસુફ ભીખન શેખ, ઐયુબ ભીખન શેખ, ફારુક અબ્દુલ રહીમ શેખ, મુમતાઝબાનુ ઈમ્તિયાઝ ખાન તથા રાસેદાબાનુ મુહમ્મદ હનીફ શેખે ખોલીઓ નંબર 13,33,38,86,128,131 અને151 વાળી આશરે રૂ.70 લાખથી વધુની મિલકત પચાવી પાડવા માટે આના મુ‌ળ પાવરદાર સ્વ. દિનેશ નટવરલાલ ધીવાળા અને તેના દિકરા ધર્મેશની ખોટી સહીં કરીને તેના આધારે બોગસ ભાડાચિઠ્ઠી બનાવી હતી. અને આ ભાડાચીઠ્ઠીના આધારે દસ્તાવેજ બનાવીને મિલકત પચાવી પાડવા માટેનો પ્રયાસ કર્યો હતો. જોકે, મુહમ્મદ ફિરોઝે આ ભાડાચિઠ્ઠીની તપાસ કરતા તે બોગસ હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ અંગે તેમણે લાલગેટ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આદરી છે.