રિપોર્ટ@સુરત: કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને અબોલ પક્ષી માટે વિનામૂલ્યે પાણીના કુંડાનું વિતરણ

કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ઉનાળાની શરૂવાત થઇ ગઈ છે. રાજ્યમાં અકાળ ગરમી પડી રહી છે. આ ગરમીના કારણે લોકો ઘરની બહાર પણ નિકળતા નથી. ભાવનાને વંદન જીવદયા ટ્રસ્ટ દ્વારા કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને અબોલ પક્ષી માટે વિનામૂલ્યે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં વરાછાના અલગ અલગ 5 વિસ્તાર જેવા કે યોગીચોક, હીરાબાગ, પર્વત પાટિયા, ડાયાપાર્ક, સીતાનગર વિસ્તારમાં સંસ્થા દ્વારા 1500 કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

સાથે જ જણાવવામાં આવ્યું હતું કે, ક્યાંય પણ અબોલ પક્ષી બીમાર કે ઘાયલ અવસ્થા માં નજરે ચડે તો અમારા હેલ્પલાઇન નંબર 70531 44444 પર સંપર્ક કરવો.