રિપોર્ટ@સુરત: ધોરણ 5ની વિદ્યાર્થિનીઓ સાથે શાળામાં જ અડપલાં, જાણો સમગ્ર બનાવ
શાળામાં બે વિદ્યાર્થિનીઓએ જણાવ્યું કે લાઈબ્રેરીમાં પહોંચતા લાઈબ્રેરિયન તેમની સાથે અડપલાં કરતા હતા.
Dec 20, 2024, 11:19 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં છેડતી,અડપલાં, બળત્કારનાં ગુનાઓ ખુબજ વધી ગયા છે. ફરી એકવાર અડપલાં કરવની ઘટના સામે આવી છે. સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળામાં 20 વર્ષથી નોકરી કરતા લાઈબ્રેરિયન વિજય ચંપકલાલ પટેલની વિદ્યાર્થિનીઓની અડપલાંની ફરિયાદ બાદ ધરપકડ કરવામાં આવી છે.
ધોરણ 5માં ભણતી બે વિદ્યાર્થિનીઓએ તેમનાં માતા-પિતાને આ પ્રકારની અનિચ્છનીય ઘટનાની જાણ કરતા મામલો બહાર આવ્યો હતો. શાળાના સીસીટીવી ફૂટેજની તપાસ કરતા ભાંડો ફૂટ્યો હતો. શાળામાં બે વિદ્યાર્થિનીઓએ જણાવ્યું કે લાઈબ્રેરીમાં પહોંચતા લાઈબ્રેરિયન તેમની સાથે અડપલાં કરતા હતા.
આ અંગે માતા-પિતાએ તરત જ પોલીસને માહિતી આપી. શાળાના સીસીટીવી ફૂટેજ તપાસતા આક્ષેપોની પુષ્ટિ થઈ હતી. સીસીટીવીમાં લાઈબ્રેરિયનને વિદ્યાર્થીનીઓ સાથે અશોભનીય વર્તન કરતા સ્પષ્ટ રીતે જોવામાં આવ્યું હતું.