રિપોર્ટ@સુરત: વહેલી સવારે ધોધમાર વરસાદ શરૂ થયો, લગ્ન મંડપ-શણગાર પલળી ગયો

વરસાદી ઝાપટાંને કારણે વહેલી સવારે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી ઠંડીનું જોર પણ વધ્યું છે.
 
રિપોર્ટ@સુરત: વહેલી સવારે ધોધમાર વરસાદ શરૂ થયો, લગ્ન મંડપ-શણગાર પલળી ગયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો છે. ઝાપટાં પડ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થતાં લગ્નપ્રસંગોમાં અડચણ ઊભી થઈ છે. સુરત શહેર અને જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. લગ્નની સીઝન ફૂલ જોશમાં ચાલતી હોવાથી, ખુલ્લા મેદાન કે પાર્ટી પ્લોટમાં બાંધેલા લગ્ન મંડપ અને શણગાર પલળી ગયા છે. વરસાદી ઝાપટાંને કારણે વહેલી સવારે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી ઠંડીનું જોર પણ વધ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યાં મુજબ, હાલ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટરબન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી કેટલાક વિસ્તારોમાં વરસાદ તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી કેટલાક દિવસોમાં આશરે 30થી 40 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ઉત્તર પશ્ચિમના પવનોની ગતિ પણ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. 24 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. લઘુત્તમ તાપમાન આગામી 2 દિવસમાં 2થી 3 ડિગ્રીનો ક્રમશઃ વધારો જોવા મળી શકે છે.