રિપોર્ટ@સુરત: નરાધમ યુવકે 12 વર્ષના માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

મારી નાખવાની ધમકી આપી

 
રિપોર્ટ@સુરત: નરાધમ યુવકે 12 વર્ષના માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે.  સુરતના પાંડેસરા વિસ્તારમાંથી માનવતા શર્મસાર કરતી ઘટના સામે આવી છે. એક નરાધમ યુવકે બાર વર્ષના માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની ઘટના બની છે. 12 વર્ષનો માસૂમ બાળક ધૂળેટીના દિવસે બપોરના સમયે સોસાયટીમાં રમતો હતો. ત્યારે નરાધમ યુવકે બાળકને સાઇકલ ફેરવવાની લાલચ આપી પોતાની મોપેડ ઉપર બેસાડી નજીકમાં આવેલા ખંડેર મકાનમાં લઈ ગયો હતો.

જ્યા નરાધમે બાળકને કાતર જેવું હથિયાર બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી અશ્લીલ કૃત્ય કરાવ્યા બાદ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. બનાવ અંગે કોઈને વાત કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવની જાણ બાળકના પિતાને થતા પિતાએ નરાધમ વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પિતાની ફરિયાદને આધારે નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


સુરતના પાંડેસરા વિસ્તારમાંથી હીચકારી ઘટના સામે આવી છે. 12 વર્ષના બાળકને નરાધમે પોતાની હવસનો શિકાર બનાવ્યો છે. પાંડેસરા એલઆઈસી આવાસ વિસ્તારમાં રહેતો ધોરણ 7માં અભ્યાસ કરતો 12 વર્ષ 11 માસનો દીકરો ધૂળેટીના દિવસે ઘર નજીક બપોરના ચારેક વાગ્યાના અરસામાં રંગોથી ધૂળેટી રમી રહ્યો હતો. દરમિયાન આ બાળક પાસે નરાધમ અમીત પાંડે નામનો એક યુવક મોપેડ લઈને તેની પાસે આવ્યો હતો. બાળકને સાઇકલ ફેરવવાની લાલચ આપીને પોતાની મોપેડ પર બેસી જવા માટે કહ્યું હતું. જોકે શરૂઆતમાં બાળકે ગાડી પર બેસવાની ના પાડતા નરાધમ યુવક બાળકની પાછળ પાછળ સોસાયટીમાં આવી ગયો હતો. 'ચલ મેરી ગાડી પે બેઠ જા, થોડી દેર મે વાપસ આતે હૈ' તેમ કહી મોપેડ ઉપર બેસાડી નજીકમાં અવેલ પંચવટી સોસાયટીના એક ખંડેર મકાનમાં લઈ ગયો હતો.


નરાધમ યુવકે બાળકને સાઇકલ ફેરવવાની લાલચઆપી ખંડેર મકાનમાં લઈ ગયા બાદ મકાનનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. બાદમાં યુવકે કાતર જેવુ હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપીને બાળક પાસે બળજબરી પૂર્વક અશ્લીલ કૃત્ય કરાવ્યું હતું. ત્યાર બાદ આ નરાધમે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ આચર્યું હતું.


કિશોરને દુખાવો થતા નરાધમ અમીત પાંડેએ તેને 'ચિલ્લાયેગા તો માર ડાલુગા' તેમ કહી છોડી મુક્યો હતો અને જતા જતા 'કિસી કો બતાના મત વરના માર ડાલુંગા' જેવી ધમકી આપી હતી. નરાધમ અમીતની ધમકીથી કિશોર ગભરાઈ ગયો હતો. કિશોરે ઘરે આવી સાંજે તેના પિતાને આપણે આ ઘર ખાલી કરી અન્ય કોઈ જગ્યાએ રહેવા માટે જતા રહેવા કહ્યું હતું, પરંતુ જેતે સમયે તેના પિતાએ બાળકની વાત પર ધ્યાન આપ્યુ ન હતું. જોકે બીજા દિવસે ફરીથી મકાન ખાલી કરવાની વાત કરતા તેના પિતાએ મકાન ખાલી કરવાનું કારણ પુછતા બાળકે તમામ હકીકત તેના પિતાને કહેતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.


બનાવ અંગે પિતાને જાણ થતા પિતાએ તાત્કાલિક પાંડેસરા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે બાળક અને તેના પિતાની વાત સાંભળી નરાધમ અમિત પાંડે નામના યુવક સામે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. નરાધમને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન પોલીસે બાળકના ઘર નજીક જ ફરી રહેલા નરાધમ અમિત પાંડેને ઝડપી પાડી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


બનાવ અંગે એસીપી ઝેડ.આર. દેસાઈએ જણાવ્યું હતું કે, બાળકને સાઇકલ ફેરવવાની લાલચ આપી આરોપી અમિત પાંડેએ અવાવરું જગ્યાએ આવેલા ખંડેર મકાનમાં લઈ જઇ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. બાળકના પિતાની ફરિયાદને આધારે પોલીસે બાળક સાથે દુષ્કૃત્ય કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે. તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે, આરોપી બેકાર છે, કોઈ જ કામ ધંધો કરતો નથી. બાળકને કાતર જેવું હથિયાર બતાવી ડરાવી ધમકાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે.