રિપોર્ટ@સુરત: પરિણીતા 4 માળે સૂકવેલી ચાદર લેવા જતા અચાનક નીચે પટકાતા મોત નીપજ્યું

પરિવારમાં શોકનો માહોલ
 
રિપોર્ટ@સુરત: પરિણીતા 4 માળે સૂકવેલી ચાદર લેવા જતા અચાનક  નીચે પટકાતા મોત નીપજ્યું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલાક બનાવો સામે આવતા હોય છે.  સુરતના ડીંડોલીમાં 20 વર્ષીય પરિણીતા ચોથા માળે સૂકવેલી ચાદર લેવા જતા રહસ્યમય રીતે નીચે પટકાતા મોત નીપજ્યું હતું. જે ગેલેરિમાંથી યુવતી નીચે પટકાઇ તે યુવતીની હાઇટથી થોડી જ નીચે હોવાથી પડી જાય તેવી શક્યતા નથી. જેથી યુવતીએ કૂદીને આપઘાત કર્યો હોવાની આશંકા છે.

જ્યારે યુવતીએ થોડા દિવસો પહેલા હાથની નસ પણ કાપી હોવાનું પતિએ જણાવ્યું હતું. જોકે હાલ વધુ તપાસ ડીંડોલી પોલીસ કરી રહી છે. મૂળ નાગપુર અને સુરત ડીંડોલી વિસ્તારમાં આવેલી લક્ષ્મી રેસીડેન્સી ખાતે 20 વર્ષીય કાજલ શ્યામ ચાંદેકર પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં પતિ, સાસુ, સસરા અને દિયર છે. એક વર્ષ પહેલાં કાજલ અને શ્યામે પ્રેમલગ્ન કર્યા હતા. શ્યામ પેટ્રોલ પંપ પર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે.

ગતરોજ રાત્રે સાડા આઠ આસપાસ પતિ સહિતનો પરિવાર ઘરમાં હતો અને કાજલ ગેલેરીમાં સુકવેલી ચાદર લેવા માટે ગઈ હતી. દરમિયાન રહસ્યમય રીતે નીચે પટકાઈ હતી. નીચેથી બૂમાબૂમ થતા પતિ સહિતનો પરિવાર નીચે પહોંચ્યો હતો. ત્યાર બાદ તાત્કાલિક 108 મારફતે કાજલને સિવિલ હોસ્પિટલ ખસેડી હતી.

ચોથા માળેથી નીચે પટકાતા કાજલના માથા અને પગના ભાગે ગંભીર જાઓ પહોંચી હતી. તેથી કાજલને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવી હતી. દરમિયાન આજે સવારે કાજલને મૃત જાહેર કરાઈ હતી. કાજલના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

પતિ શ્યામ ચાંદેકરે જણાવ્યું હતુ કે, કાજલ કેવી રીતે નીચે પટકાઈ તે અંગે અમને પણ કંઈ જાણ નથી. કાજલની હાઈટથી થોડી નીચે ગેલેરીની જાળી છે. ચાદર લેવા જતા પટકાય તેવી સ્થિતિ પણ નથી. રૂમમાં હતા અને કાજલ નીચે પટકાઈ હતી. બુમા બુમ થતા જોવા ગયા ત્યારે કાજલ નીચે પટકાઈ હોવાની જાણ થઈ હતી.

એક વર્ષ પહેલા કાજલ સાથે પ્રેમ લગ્ન થયા હતા. ખૂબ જ સારી રીતે રહેતા હતા. બંનેના પરિવાર પણ લગ્ન માટે સહમત હતા. બંનેની ઈચ્છા હોવાથી લગ્નના એક વર્ષ પૂર્ણ થયા બાદ ગત 15 માર્ચના રોજ હલ્દીની સેરેમની પણ કરવામાં આવી હતી. કાજલને માઈગ્રેનની તકલીફ હતી. તે કોઈ પણ વાતમાં જલ્દી ગુસ્સે થઈ જતી હતી. ગતરોજ એવી કોઈ ઘટના પણ બની ન હતી. આ પહેલા હાથની નસ કાપી હતી.