રીપોર્ટ@સુરત: લોકોએ ભૂવાનું અર્ધ મુંડન કરી મોઢામાં ચંપલ મુકાવી માફી મંગાવી
વિધિના બહાને પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટનાથી રોષ ફાટી નીકળ્યો હતો.
Mar 11, 2025, 12:18 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. સુરત શહેરના કાપોદ્રામાં પિતરાઈ ભાઈના ઘરે મહેમાન બનીને આવેલા અમરેલીના ધારીના ભૂવા ભરત કુંજડિયાએ વિધિના બહાને પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટનાથી રોષ ફાટી નીકળ્યો હતો. સુરત અને ધારીમાં આ ભૂવા માટે જનાક્રોશ જોવા મળી રહ્યો છે.
જેના પગલે ફરાર થઈ ગયેલો ભૂવો વતન જતા લોકોએ તેને પકડીને અર્ધ મુંડન કરી મોઢામાં ચંપલ મુકાવી માફી મંગાવી હતી. જાન્યુઆરીમાં બનેલી હિચકારી ઘટના અંગે કાપોદ્રા પોલીસે ગુનો નોંધ્યો હતો.
ત્યારબાદ અમરેલી પોલીસની એક ટીમને રવાના કરી આ ભૂવાને પકડી પાડવામાં આવ્યો છે.