રિપોર્ટ@સુરત: ગ્રાહક બની જ્વેલર્સની દુકાનમાં ચોરીને અંજામ આપતી મહિલા ગેંગને પોલીસે પકડી પાડી

23 જોડી પાયલની ચોરી કરી હતી
 
રિપોર્ટ@સુરત: ગ્રાહક બની જ્વેલર્સની દુકાનમાં ચોરીને અંજામ આપતી  મહિલા ગેંગને પોલીસે પકડી પાડી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરતમાં દિવસેને દિવસે ચોરીના કિસ્સાઓ વધી રહ્યો છે. ત્યારે વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. આ વખતે ચોરી કરનાર મહિલા ગેંગ ઝડપાઈ છે. ગ્રાહક બની જ્વેલર્સની દુકાનમાં ચોરીને અંજામ આપતી ગેંગને પોલીસે પકડી પાડી છે. રાંદેર વિસ્તારમાં એક જ્વેલર્સની દુકાનમાં મહિલા ટોળકીએ ચોરી કરી હતી.

આ મહિલા ટોળકીએ દુકાનાદારની નજર ચૂકવી રૂપિયા 60 હજારની ચાંદીની 23 જોડી પાયલની ચોરી કરી હતી. જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પોલીસે સીસીટીવીના આધારે બે મહિલાની ધરપકડ કરી છે. મહિલાઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.