રિપોર્ટ@સુરત: પોલીસે આરોપીના ઘરે દરોડો પાડી LSD ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ડ્રગ્સના કેસ ખુબજ વધી ગયા છે. સુરતના અડાજણ વિસ્તારમાં પાલનપુર પાટીયા BSNL ઓફિસની બાજુમાં આવેલ કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા પાર્થ કેતનકુમાર મંદિરવાલા ડાર્કવેબ નામની ઓનલાઈન વેબસાઈટ ઉપરથી બેંગકોક ખાતેથી ડ્રગ્સનો જથ્થો કુરીયર મારફતે મંગાવી તેનું વેચાણ કરે છે.
જે બાતમીના આધારે એસઓજી અને પીસીબી પોલીસની ટીમે આરોપીના ઘરે દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. જો કે, પાર્થ મંદિરવાલા ઘરે મળી આવ્યો નહોતો. પોલીસે ઘરમાં તપાસ હાથ ધરતા મકાનમાં સંતાડી રાખેલ હાઈબ્રીડ ગાંજો અને LSD ડ્રગ્સ બ્લોટર પેપર, કુલ કિં.43,15,460નો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો.સુરત શહેરમાં પ્રથમ વખત એસ.ઓ.જી. દ્વારા LSD ડ્રગ્સ ઝડપી તે માર્કેટમાં ફેલાય તે પહેલાજ પકડી પાડવામાં સફળતા મળી છે.
તેમજ વોન્ટેડ આરોપી વિરુદ્ધમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં NDPS અધિનીયમ હેઠળ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. આ સાથે જ વોન્ટેડ આરોપીને પકડી પાડવા પોલીસ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.