રીપોર્ટ@સુરત: પૂરપાટ ઝડપે આવતી કારનાં ચાલકે બાઈક સવાર પરિવારને ઉડાવીને ફરાર
આ અકસ્માતમાં ગર્ભવતી પત્ની અને પતિ ઇજાગ્રસ્ત થયાં હતાં
Feb 17, 2025, 15:17 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. સુરતમાંથી વધુ એક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. થોડા દિવસ પહેલાં લાલ દરવાજા વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે.
આંખના પલકારામાં પૂરપાટ ઝડપે આવતી કારનાં ચાલકે બાઈક સવાર પરિવારને ઉડાવીને ફરાર થઈ ગયો હતો.
આ અકસ્માતમાં ગર્ભવતી પત્ની અને પતિ ઇજાગ્રસ્ત થયાં હતાં જ્યારે તેમની સાથે રહેલી 3 વર્ષની બાળકીના હોઠમાં ઇજા થતા ચાર ચાર ટાંકા લેવા પડ્યા હતા. હાલ આ તમામની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. આ મામલે મહીધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધીને શોધખોળ હાથ ધરવામાં આવી છે.

