રિપોર્ટ@સુરત: એક જર્જરિત મકાનની દીવાલ ધસી પડી, જાણો સમગ્ર ઘટના અકેજ ક્લિકે

3 લોકોનો બચાવ

 
રિપોર્ટ@સુરત: એક જર્જરિત મકાનની દીવાલ ધસી પડી, જાણો સમગ્ર ઘટના અકેજ ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે.  શહેરના રામપુરા વિસ્તારમાં આવેલી લોખાત સાર્વજનિક હોસ્પિટલના કમ્પાઉન્ડમાં એક જર્જરિત મકાનની દીવાલ ધસી પડી હતી. બીજા માળની દીવાલનો ભાગ ધસીને ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યો હતો. દુર્ઘટના સમયે મકાનમાં 3 લોકો હાજર હતાં જેઓ સમયસર બહાર નીકળી જતાં તેમનો ચમત્કારિક બચાવ થયો હતો.

લોખાત હોસ્પિટલના કમ્પાઉન્ડમાં બુધવારે મોડી રાત્રે બનેલા બનાવમાં હોસ્પિટલના કમ્પાઉન્ડના એક જર્જરિત મકાનના બીજા માળની દીવાલ અચાનક ધસી પડી હતી. દીવાલની સાથે મકાનના લાકડાં સાથે ધડાકાભેર રાતના સમયે તૂટી પડતા લોકો દોડી આવ્યા હતા. બનાવ સમયે મકાનના આગળના ભાગમાં પરિવારના 3 સભ્યો સુઇ રહ્યા હતા. જોરથી અવાજ થવાના પગલે તેઓ દોડીને બહાર નીકળી જવાથી તેમનો બચાવ થયો હતો. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે દોડી જઇને કાટમાળ ખસેડ્યો હતો.