રિપોર્ટ@સુરત: 3 વર્ષમાં પહેલા બનાલેવ રોડની મરામત સરખી રીતે ના કરતા ફરી તિરાડો પડી

કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી રહી છે.

 
રિપોર્ટ@સુરત: 3 વર્ષમાં જ તૂટી ગયેલા રોડની મરામત સરખી રીતે ના કરતા ફરી તિરાડો પડી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં કેટલાક રોડ તૂટી ગયા છે. કેટલાક રોડ ઉપર મોટા ગાબડાઓ  પડવાના કારણે ભયાનક અકસ્માત પણ સર્જાતા હોય છે.  3વર્ષ અગાઉ જ જહાંગીરાબાદમાં બનાવેલા સીસી રોડ પર તિરાડો પડી ગયા બાદ તેની મરામતમાં પણ ઇજારદારે બેદરકારી દાખવતાં ફરી રોડ પર મસમોટી તિરાડ દેખાવા માંડી છે. સામાન્ય રીતે સીસી રોડની આવરદા 10થી 20 વર્ષની હોય છે, પરંતુ અહીં માત્ર 3 વર્ષમાં જ રોડની હાલત બદતર થઈ ગઈ છે છતાં ઇજારદાર સામે કાર્યવાહી કરવાને બદલે પાલિકા છાવરી રહી છે.

ભેંસાણ જંકશનથી વૈષ્ણૌદેવી કેનાલ ચાર રસ્તા સુધી 14 કરોડના ખર્ચે આ રોડ બનાવાયો હતો. અંદાજિત રકમથી 26.41 ટકા ઊંચું ટેન્ડર અપાયું હોવાં છતાં બેદરકારી દાખવાઈ છે. રોડની આવરદા 5 વર્ષની હોય છે, પરંતુ રોડ લાયબિલિટી પિરિયડમાં જ તૂટવાના શરૂ થઇ ગયા છે.

આ પિરિયડમાં રોડને નુકસાન થાય તો ઇજારદારના ખર્ચે રિપેર કરાય છે. જો કે, ઇજારદારે માત્ર લીપાપોતી જ કરી છે, જેથી ઇજારદારને ખર્ચે રોડ રિપેર કરવાને બદલે બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત લાવી કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી રહી છે.