રીપોર્ટ@સુરત: વ્યાજખોરોએ વાંરવાર મહિલા પર વારંવાર દુષ્કર્મ આચર્યું

પતિને છૂટાછેડા આપ્યા બાદ સુરતમાં રહેતી મહિલાએ પતિ સહિત ચાર લોકો સામે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 
 
ચોંક્યાં@મહેસાણા: રાજસ્થાનથી યુવતિને મજૂરી અર્થે લાવી ગોંધી રાખી બળાત્કાર ગુજાર્યો, 11 સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

. જે ફરિયાદમાં આક્ષેપ છે કે પતિએ ત્રણ વ્યાજખોરો પાસેથી પૈસા લીધા હતા અને પૈસા આપવાના બદલે વ્યાજખોરોને કહ્યું હતું કે, મારી પત્ની લઈ જાવ અને ત્યારબાદ ત્રણેય વ્યાજખોરે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

હાલ આ સમગ્ર મામલે SC/ST સેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

વર્ષ 2017માં અમરેલી જિલ્લાના એક ગામમાં રહેતા પતિ દ્વારા વ્યાજખોરો પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા અને પૈસાની સગવડ ન થતા પતિએ જ પત્નીને વ્યાજખોરોને સોંપી દીધી હતી. 2017માં પતિ દ્વારા વ્યાજખોર શ્યામ અને વશરામ પાસેથી 40થી 50 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા. જોકે આ પૈસા મહિલાના પતિ દ્વારા સમયસર ચૂકવવામાં ન આવતા વ્યાજખોરો પૈસાને ઉઘરાણી કરતા હતા. અંતે પતિએ પત્નીને વ્યાજખોરોના હવાલે કરી દીધી હતી અને ત્યારબાદ આ બંને વ્યાજખોરો અવારનવાર મહિલા સાથે દુષ્કર્મ કરતા હતા

.વર્ષ 2018માં મહિલાએ સુરત આવવાનું નક્કી કર્યું હતું કારણ કે તે આ પ્રકારની ઘટનાઓથી કંટાળી ગઇ હતી પરંતુ સુરત આવ્યા બાદ પણ પતિ દ્વારા અન્ય રમેશ નામના વ્યક્તિ સાથે મિત્રતા કરવામાં આવી હતી. અમરોલી કોસાડમાં રહેતા રમેશ પાસેથી પણ મહિલાના પતિ દ્વારા પૈસા લેવામાં આવ્યા હતા અને રમેશને પણ મહિલાનો પતિ પૈસા ન ચૂકવી શક્યો અને રમેશે પૈસાની ઉઘરાણી કરતા પોતાની પત્નીને જ આ વ્યાજખોરના હવાલે કરી દીધી. ત્યારબાદ રમેશે પણ અવારનવાર આ મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું અને અંતે મહિલાએ પતિની આ પ્રકારની હરકતોથી કંટાળી તેને 2020માં છૂટાછેડા આપી દીધા હતા.મહત્વની વાત કહી શકાય કે મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં પણ તેણે ઉલ્લેખ કર્યો છે કે પતિ જુગાર રમવાનો અને દારૂ પીવાની ટેવ ધરાવતો હતો. ભોગ બનનાર મહિલાનું કહેવું છે કે વશરામ અને શ્યામ નામના જે વ્યક્તિઓ છે તે ખૂબ માથાભારે હોવાના કારણે તે પોલીસ ફરિયાદ નોંધાવતા ન હતા. પરંતુ પતિને છૂટાછેડા આપ્યા બાદ મહિલાના પરિવારના સભ્યોએ મહિલાને હિંમત આપતા તેમને આ મામલે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને કતારગામ પોલીસે મહિલાના પતિ સહિત શ્યામ, વશરામ અને રમેશ નામના ઇસમો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે અને હાલ આ મામલે SC/ST સેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં મહત્વની વાત એ છે કે ફરિયાદ નોંધાયાના એક મહિના જેટલો સમય થયો હોવા છતાં પણ હજુ પોલીસ દ્વારા એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

ભોગ બનનાર મહિલાની માગણી છે કે તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવે. તો ત્રણ વ્યાજખોરો ઉપરાંત પૂર્વ પતિ સામે મહિલા દ્વારા કતારગામ પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને હાલ આ મામલે SC/ST સેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તેમાં પોલીસ દ્વારા કેટલા સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે તે જોવાનું રહ્યું.

વર્ષ 2017માં જ્યારે મહિલા તેમના પતિ સાથે રહેતા હતા અને પતિ જ વ્યાજખોરોને પૈસાના બદલે પોતાની પત્ની સોંપી દેતો હોવાની ઘટનાની જાણ ભોગ બનનાર મહિલાએ પોતાના સસરાને કરી હતી અને આ આઘાતમાં સસરાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાનું પણ ભોગ બનનાર મહિલા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ 2018માં સુરત આવ્યા બાદ ભોગબનનાર મહિલા દ્વારા પતિની કરતૂતો બાબતે દિયરને પણ માહિતગાર કરવામાં આવ્યા હતા પરંતુ દિયરે પણ કોઈ ધ્યાન આપ્યું નહીં અને ત્યારબાદ અંતે પતિની આ પ્રકારની હરકતો કંટાળી તેમને છૂટાછેડા લેવા મજબૂર થવું પડ્યું.

ભોગ બનનાર મહિલા હાલ બે સંતાનોના માતા છે અને બંને સંતાનોને ભણવાની ઉંમરમાં ઘરનું ગુજરાન ચલાવવા માટે મજૂરી અર્થે મોકલવા મહિલા મજબૂર બન્યા છે. ત્યારે સુરત પોલીસ આ પગ બનનાર મહિલાને કેટલા સમયમાં ન્યાય અપ આવે છે તે જોવાનું રહ્યુ. મહિલાનું કહેવું છે કે, જ્યારે આ તમામ હરકતોનો મહિલા પ્રતિકાર કરતા હતા ત્યારે પતિ નાના બાળકને માર મારતો હતો અને પરાણે મહિલા પાસે આ પ્રકારનું કૃત્ય કરાવતો હતો. ત્યારબાદ સુરત આવ્યા બાદ પણ મહિલાએ પતિની કરટૂતોની જાણ અન્ય લોકોને કરી દેવાની વાત કરતા પતિ દ્વારા ફીનાઇલ પીવાનું ખોટું નાટક કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પત્નીને ધમકાવવામાં આવી હતી કે જો કોઈને વાત કરીશ તો હું ટેરેસ પરથી ઝંપલાવીને આપઘાત કરી લઈશ