રિપોર્ટ@સુરેન્દ્રનગર: પરિણીત યુવાને યુવતીને પરેશાન કરી ધમકી આપતા ફાંસો ખાંઇને જીવન ટૂંકાવ્યું

દીકરીએ ઘરમાં ફાંસો ખાંઇને જીવન ટૂંકાવ્યું હતું
 
 બનાવ@રાજકોટ: ત્રણ મહીના પહેલા લગ્ન થયેલ પરણિતાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે.  સાયલાના નાના સખપર ગામે રહેતા શ્રમજીવી પરિવારની દીકરીને પરિણીત યુવાન પરેશાન કરતો હતો. આ અંગે પરિવારજનોને જાણ થતા યુવાનને ઠપકો આપતા યુવાને બીજે લગ્ન નહીં થવા દઉં એમ જણાવતા દીકરીએ ઘરમાં ફાંસો ખાંઇને જીવન ટૂંકાવ્યું હતું.

સાયલાના નાના સખપર ગામની સીમમાં રહેતા હનાભાઇ ભડાણીયાની 23 વર્ષની દીકરી કાજલ વાડીએ જાર વાઢતી હતી ત્યારે ગામના હરસુખભાઈ જેરામભાઈ મકવાણા ત્યાં આવીને કાજલનો હાથ પકડીને બાજુના ખેતરમાં જતો હતો. દરમિયાન બાજુના ખેતરમાં કામ કરતા વનાભાઈ ગોહીલ જોઈ જતાં હરસુખ ત્યાંથી ભાગી ગયો હતો. આ અંગે કાજલને વાત પૂછતા તેણે હરસુખ અવાર નવાર મળવા બોલાવે છે અને હેરાન કરે છે.

અગાઉ પણ તારા લગ્ન બીજે નહીં થવા દઉં તેવી કહીને ધમકી આપતો હોવાનું જણાવતા પરિવારજનોએ હરસુખભાઇને ઠપકો આપ્યો હતો. અંતે કાજલે કંટાળીને 30-3-2023એ ફાંસો ખાતા ધજાળા પોલીસમાં 6-4-2024ના રોજ ગુનો દાખલ કરાયો હતો.